Not Set/ સારા અલી ખાન આ કેરી બેગને કારણે ખરાબ રીતે થઈ રહી છે ટ્રોલ, હકીકત જાણીને તમને પણ લાગશે નવાઇ

કેદારનાથ ફિલ્મથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકનાર અભિનેત્રી સારા અલી ખાન તેની શાનદાર સ્ટાઈલ માટે જાણીતી છે. અવારનવાર સારા અલી ખાનના ફોટા અને વીડિયો ઈન્ટરનેટ પર હેડલાઈન્સ બનાવતા રહે છે

Trending Entertainment
સારા અલી ખાન સારા અલી ખાન આ કેરી બેગને કારણે ખરાબ રીતે થઈ રહી છે ટ્રોલ, હકીકત જાણીને તમને પણ લાગશે નવાઇ

કેદારનાથ ફિલ્મથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકનાર અભિનેત્રી સારા અલી ખાન તેની શાનદાર સ્ટાઈલ માટે જાણીતી છે. અવારનવાર સારા અલી ખાનના ફોટા અને વીડિયો ઈન્ટરનેટ પર હેડલાઈન્સ બનાવતા રહે છે. હાલમાં જ સારા અલી ખાનનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, આ વીડિયોમાં સારાને કેરી બેગના કારણે ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. ચાલો જાણીએ કે સારાની આ કેરી બેગ આખરે કેમ ચર્ચાનો વિષય બની છે.

https://www.instagram.com/reel/CfB7loFDxqt/?utm_source=ig_web_copy_link

સારા અલી ખાનનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સારા તેના જિમ આઉટફિટમાં વર્કઆઉટ સેશન માટે જતી જોવા મળી રહી છે. જયારે સારાએ આ દરમિયાન તેના હાથમાં એક કેરી બેગ પણ લીધી છે. આ બેગ પર સારાનું નામ મોટા અક્ષરોમાં લખેલું છે. સારા અલી ખાનની આ બેગ જોઈને એવું લાગે છે કે તેમાં કોઈ વસ્તુ નથી. સોશિયલ મીડિયા પર લોકોએ સારા અલી ખાનને આ ખાલી બેગને લઈને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

13 સારા અલી ખાન આ કેરી બેગને કારણે ખરાબ રીતે થઈ રહી છે ટ્રોલ, હકીકત જાણીને તમને પણ લાગશે નવાઇ

સારા અલી ખાનના આ વીડિયોને લઈને લોકો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. જે અંતર્ગત એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું છે કે ‘સારા અલી ખાનની જેમ અમારા ઘરમાં એક બેગ છે જેમાં અમે શાકભાજી લેવા જઈએ છીએ’. અન્ય એક યુઝરે કહ્યું કે ‘આ બધા ખાલી બેગ લઈને ફરતા રહે છે’. આટલું જ નહીં, એક યુઝરે તો એમ પણ કહ્યું કે, ખાલી બેગ બતાવીને આમને બસ શો ઓફ કરવો છે.