Not Set/ શું ઇમરાન હાશ્મી ટાઇગર 3 માં મળશે જોવા? અભિનેતાની આ પોસ્ટ કરી રહી છે ઈશારો

ઇમરાન હાશ્મી સલમાન ખાન અને કેટરિના કૈફ અભિનીત ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. પરંતુ હવે જે અપડેટ સામે આવ્યા છે, તે જાણીને ચાહકો ખુશ થશે..

Entertainment
ઇમરાન હાશ્મી

ઇમરાન હાશ્મીના ચાહકોને ત્યારે આઘાત લાગ્યો જ્યારે થોડા દિવસો પહેલા તેણે કહ્યું હતું કે તે ‘ટાઇગર 3’ નો ભાગ નથી અને ન તો તેણે હજી સુધી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. તેણે એમ પણ કહ્યું હતું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે આપણે તેના વિશે વાત કરીશું. જ્યારે અગાઉ એવા અહેવાલો હતા કે ઇમરાન હાશ્મી સલમાન ખાન અને કેટરિના કૈફ અભિનીત ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. પરંતુ હવે જે અપડેટ સામે આવ્યા છે, તે જાણીને ચાહકો ખુશ થશે.

આ પણ વાંચો:તાલિબાનોનું સમર્થન કરતાં ભારતના મુસ્લિમોની અભિનેતા નસીરૂદ્દીન શાહે સખત શબ્દોમાં ટીકા કરી

વાસ્તવમાં ઇમરાન હાશ્મીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જે દર્શાવે છે કે તે ‘ટાઇગર 3’ નો ભાગ છે. ઇમરાન હાશ્મીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે ફ્લાઇટમાં બેસીને ચહેરા પર માસ્ક અને ગોગલ્સ પહેરેલો જોવા મળે છે અને કેપ્શનમાં, તેણે લખ્યું, ‘Catching a red eye flight to ���� !’

 

View this post on Instagram

 

A post shared by Emraan Hashmi (@therealemraan)

આપને જણાવી દઈએ કે, રશિયામાં પાંચ દિવસનું શેડ્યૂલ પૂરું કર્યા પછી, સલમાન ખાનની ‘ટાઈગર 3’ ની ટીમ હવે શૂટિંગ માટે તુર્કી શિફ્ટ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઈમરાનની સેલ્ફી ચાહકોના મનમાં ઘણા સવાલો ઉભા કરી રહી છે. એક્ટરની પોસ્ટ બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઇમરાન ટાઈગર 3 ના શૂટિંગ માટે રવાના થઈ ગયો છે.

આ પણ વાંચો: ડ્રગ્સ કેસમાં બોલીવુડ અભિનેતા અરમાન કોહલીની એનસીબીએ કરી 14 દિવસની ન્યાયિક કસ્ટડી..જાણો વિગતો

જાણો શું કહ્યું ઇમરાને

એક ઈન્ટરવ્યૂમાં ઇમરાને કહ્યું હતું કે મેં ક્યારેય એવું નથી કહ્યું કે હું ‘ટાઈગર 3’ નો ભાગ બનવા જઈ રહ્યો છું. લોકો કહી રહ્યા છે કે હું ટાઈગર 3 કરી રહ્યો છું, પણ મેં આ ફિલ્મનું કોઈ શૂટિંગ કર્યું નથી, હું આ ફિલ્મનો ભાગ નથી. મને ખબર નથી કે લોકો કેમ કહી રહ્યા છે કે હું આ ફિલ્મ કરી રહ્યો છું.

અગાઉ એવા અહેવાલો હતા કે સલમાન ખાન અને કેટરીના કૈફ અભિનીત ઇમરાન હાશ્મી આ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવશે. એવું કહેવામાં આવતું હતું કે ઇમરાને આ ફિલ્મ માટે પોતાના પર કામ કરવાનું પણ શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો:હેલ્થ અપડેટ / સાયરા બાનોને શ્વાસ લેવામાં તકલીફ થતાં 3 દિવસથી છે હોસ્પિટલમાં દાખલ

ઇમરાને તો ત્યાં સુધી કહ્યું હતું કે તે નકારશે નહીં કે તે ‘ટાઇગર 3’ નો ભાગ નથી અને ન તો તેને હા કહેશે. તે યોગ્ય સમય આવશે ત્યારે જ તેના વિશે વાત કરશે.

આપને જણાવી દઈએ કે મનીષ શર્મા ‘ટાઈગર 3’ નું નિર્દેશન કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, ઇમરાન હાશ્મી ફિલ્મમાં પાકિસ્તાની ISI જાસૂસની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો:પાયલ રોહતગી સામે દાખલ કરાઈ FIR, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ પર કરી હતી આપત્તિજનક ટિપ્પણી

આ પણ વાંચો:કશ્મીર કી કલી બની સારા અલી ખાન, ફૂલના બગીચાની વચ્ચે કર્યો આવો ડાન્સ