હાલમાં ઘણી અભિનેત્રીઓએ માતૃત્વ ધારણ કર્યું છે જેમકે પ્રિયંકા ચોપડા,આલિયા ભટ્ટ તેમજ બિપાશા બાસુ.જેમાં બિપાશા બાસુએ ગયા વર્ષે નવેમ્બરમાં પુત્રીને જન્મ આપ્યો હતો. જે હવે 12 મેના રોજ છ મહિનાની થશે. આ પછી તેણે પોતાની દીકરીની ઘણી તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કર્યા હતા.
બિપાશા પોતાના ફેન્સને પોતાની દીકરીનો ચહેરો બતાવી ચૂકી છે.સમય-સમય પર, અભિનેત્રી પોતાની પુત્રી સાથે જોડાયેલી ઘણી પ્રવૃત્તિઓ ચાહકો સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં, તેણે દેવીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે તેની પુત્રીના ભવિષ્યની આગાહી પણ કરી છે. જેના કારણે તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો.
View this post on Instagram
બિપાશાની જેમ કરણ સિંહ ગ્રોવર પણ દેવી પર પ્રેમ વરસાવવાનું ભૂલતો નથી. દીકરીનો બિપાશા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે તે બોલ સાથે રમી રહી છે. દેવી જે રીતે બોલને કિક કરી રહી છે તે જોઈને બિપાશાએ તેને એથલીટ ગણાવી છે.
બિપાશાએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો છે, જેના કેપ્શનમાં તેણે લખ્યું છે, ‘નેચરલ એથલીટ.’ બિપાશાએ આ વીડિયો શેર કરતાની સાથે જ તેને પ્રશંસાની સાથે ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો.
જેમાં એક યુઝરે લખ્યું કે, હવે તે એથલીટ કેવી રીતે બની શકે? તે માત્ર એક બાળક છે. મને સમજાતું નથી કે ભારતીય માતા-પિતા તેમના બાળકો પર તેમની પસંદગીઓ થોપવાનું ક્યારે બંધ કરશે. જો તમે લોકો કસરત કરો છો અથવા ફિટનેસ પર સંપૂર્ણ ધ્યાન આપો છો, તો તેનો અર્થ એ નથી કે તમારી પુત્રીએ પણ તે જ કરવું જોઈએ. વીડિયોની તરફેણમાં ટિપ્પણી કરનારા એક પ્રશંસકે દેવીને ભાવિ ઓલિમ્પિક ગર્લ ગણાવી હતી. તે જ સમયે, ઘણા લોકોએ બિપાશા-કરણને દેવીને સુંદર બાળક કહીને અભિનંદન આપ્યા છે.
આ પણ વાંચો:ફેન્સથી ગુસ્સે થયો સલમાન ખાન, બોડીગાર્ડે માર્યો માર!
આ પણ વાંચો: 10 એવોર્ડ્ઝ મેળવીને છવાઈ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’
આ પણ વાંચો:ટીવી એક્ટ્રેસે કો-એક્ટર પર લગાવ્યો રેપનો આરોપ, કહ્યું- ‘લગ્નના બહાને ઘણી વખત કર્યું સેક્સ’
આ પણ વાંચો:અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી નિર્દોષ, 10 વર્ષ બાદ આવ્યો ચુકાદો
આ પણ વાંચો:સ્ટેજ પર પરફોર્મ કરશે ગોવિંદા, કહ્યું- રવિના-કરિશ્મા જેવી અભિનેત્રીઓને કારણે ફિલ્મો બની હિટ