Not Set/ વિદેશની ધરતી ટીમ ઇન્ડિયા આ રેકોર્ડ તોડવામાં રહી છે નિષ્ફળ, કેપ્ટન કોહલી કરી શકે છે કમાલ

ઓવલ, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટની શ્રેણી ટીમ ઇન્ડિયા પહેલેથી ૧-૩થી હારી ચુકી છે. સાઉથમ્પ્ટન ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં યજમાન ટીમે પલટવાર કરતા ભારતને ૬૦ રને પરાજય આપ્યો હતો, ત્યારે શનિવારથી ઓવલના મેદાન પર રમાનારી આ ટેસ્ટ મેચ જીતીને શ્રેણીનું અંતર ઘટાડવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. પરંતુ અત્યારસુધીમાં વિદેશી ધરતી પર રમાયેલી અંતિમ ટેસ્ટ મેચોની વાત […]

Trending Sports
Indian cricket team captain Virat Kohli 2R and teammates celebrate after dismissing Sri Lankan cricketer Kaushal Silva11 વિદેશની ધરતી ટીમ ઇન્ડિયા આ રેકોર્ડ તોડવામાં રહી છે નિષ્ફળ, કેપ્ટન કોહલી કરી શકે છે કમાલ

ઓવલ,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટની શ્રેણી ટીમ ઇન્ડિયા પહેલેથી ૧-૩થી હારી ચુકી છે. સાઉથમ્પ્ટન ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં યજમાન ટીમે પલટવાર કરતા ભારતને ૬૦ રને પરાજય આપ્યો હતો, ત્યારે શનિવારથી ઓવલના મેદાન પર રમાનારી આ ટેસ્ટ મેચ જીતીને શ્રેણીનું અંતર ઘટાડવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે.

પરંતુ અત્યારસુધીમાં વિદેશી ધરતી પર રમાયેલી અંતિમ ટેસ્ટ મેચોની વાત કરવામાં આવે તો, ભારતીય ટીમ આ મેચ જીતવામાં અસફળ રહી છે. આ દરમિયાન ભારતે કુલ ૧૩ ટેસ્ટ મેચ રમી છે જેમાં ૭માં હાર થઇ છે જયારે ૬ મેચો ડ્રો રહી છે.

india win the test against bangladesh f00c8794 f1fd 11e6 8b6e 25a65c287ec4 વિદેશની ધરતી ટીમ ઇન્ડિયા આ રેકોર્ડ તોડવામાં રહી છે નિષ્ફળ, કેપ્ટન કોહલી કરી શકે છે કમાલ
sports-team india-record-5th-test-series-overses-england-virat kohli

ઈંગ્લેંડની ધરતી પર અત્યારસુધીમાં ભારતે બે ટેસ્ટ મેચ રમી છે પરંતુ આ બંને ટેસ્ટમાં ભારતીય ટીમનો હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

જો કે મહત્વની વાત એ છે કે, આ બંને ટેસ્ટ મેચ ઓવલના ગ્રાઉન્ડ પર જ રમાઈ છે, ત્યારે હવે શનિવારથી રમાનારી આ મેચમાં વિરાટ બ્રિગેડ પોતાનો રેકોર્ડ સુધારશે કે હેટ્રિક નોધાવશે.

ભારતીય ટીમે પોતાના ટેસ્ટ ઇતિહાસમાં અત્યારસુધીમાં કુલ ૩૪ મેચ અંતિમ ટેસ્ટના સ્વરૂપમાં રમી છે, જેમાં ૧૧માં હાર તો ૫ ટેસ્ટમાં જીત મળી છે, જયારે ૧૮ મેચ ડ્રો રહી છે.

ઓવલમાં ભારતીય ટીમનો રેકોર્ડ

ઈંગ્લેંડના ઓવલ ગ્રાઉન્ડ પર ૧૯૩૬ થી ૨૦૧૪ સુધીમાં ભારતે કુલ ૧૨ ટેસ્ટ રમી છે, જેમાં માત્ર ૧ મેચમાં જીત મળી છે, જયારે ૪માં હાર અને ૭ ડ્રો રહી છે.