Not Set/ IPL 2019: રિયાન પરાગે માત્ર 17 વર્ષની ઉંમરે તોડ્યો IPL નો આ રેકોર્ડ

નવી દિલ્હી, રાજસ્થાન રોયલ્સના ઓલરાઉન્ડર રિયાન પરાગે આઇપીએલના ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ તેના નામે કર્યો છે. રાજસ્થાન રોયલ્સના રિયાને દિલ્હી કેપિટલ્સ વિરુદ્વની મેચમાં 48 બોલમાં અર્ધસદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. આ સીઝનમાં સૌથી ઓછી ઉંમરે અર્ધશતક મારનાર રિયાન પરાગ પહેલા ખેલાડી બની ચૂક્યા છે. આ પહેલા આ રેકોર્ડ સંજૂ સેમસનના નામે હતો. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં […]

Sports
Riyan parag IPL 2019: રિયાન પરાગે માત્ર 17 વર્ષની ઉંમરે તોડ્યો IPL નો આ રેકોર્ડ

નવી દિલ્હી,

રાજસ્થાન રોયલ્સના ઓલરાઉન્ડર રિયાન પરાગે આઇપીએલના ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ તેના નામે કર્યો છે. રાજસ્થાન રોયલ્સના રિયાને દિલ્હી કેપિટલ્સ વિરુદ્વની મેચમાં 48 બોલમાં અર્ધસદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. આ સીઝનમાં સૌથી ઓછી ઉંમરે અર્ધશતક મારનાર રિયાન પરાગ પહેલા ખેલાડી બની ચૂક્યા છે. આ પહેલા આ રેકોર્ડ સંજૂ સેમસનના નામે હતો.

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સંજૂ સેમસને અગાઉ 18 વર્ષની ઉંમરે 2013માં અર્ધશતક ફટકારી હતી. સંજૂ સેમસનના આ રેકોર્ડની બરોબરી પૃથ્વી શોએ ગત વર્ષે કરી હતી. પૃથ્વી શો એ પણ આટલા જ દિવસોમાં અર્ધશતક ફટકારી હતી. પરંતુ હવે રિયાન પરાગે 17 વર્ષ અને 175 દિવસની ઉંમરે અર્ધશતક ફટકારીને આ ખેલાડીઓને પણ પાછળ છોડી દીધા છે.

અસમના રિયાન પરાગે દિલ્હી વિરુદ્વ 49 બોલમાં 4 ચોગ્ગા અને 2  છગ્ગા સાથે 50 રન કર્યા હતા. અગાઉ પણ રિયાન પરાગ આ આઇપીએલમાં અર્ધશતક ચૂકી ગયા હતા. પરંતુ શનિવારે વિષમ પરિસ્થિતિઓમાં પણ 50 મારીને ટીમને 100 રનને પાર પહોંચાડી હતી. આઇપીએલમાં સૌથી ઓછી ઉંમરે શતક મારનાર ખેલાડીઓમાં રિષભ પંત અને શુભમન ગિલ પણ સામિલ છે.