Not Set/ ICC ટી-૨૦ રેન્કિંગ : અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને હાંસલ કર્યું ટોચનું સ્થાન

દુબઈ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ૩ ટી-૨૦ મેચોની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરવાની સાથે જ ગુગલી બોલર રાશિદ ખાને ICC ટી-૨૦ રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. ૧૯ વર્ષીય અફઘાનિસ્તાન સ્પિનર રાશિદ ખાને બાંગ્લાદેશ સામે હાલમાં રમાયેલી ટી-૨૦ શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની સાથે જ ૫૪ અંક મેળવ્યા છે ૮૧૩ પોઈન્ટ સાથે ટોચનું સ્થાન હાંસલ કર્યું […]

Trending Sports
Rashid Khan a ICC ટી-૨૦ રેન્કિંગ : અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને હાંસલ કર્યું ટોચનું સ્થાન

દુબઈ,

અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ૩ ટી-૨૦ મેચોની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરવાની સાથે જ ગુગલી બોલર રાશિદ ખાને ICC ટી-૨૦ રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.

૧૯ વર્ષીય અફઘાનિસ્તાન સ્પિનર રાશિદ ખાને બાંગ્લાદેશ સામે હાલમાં રમાયેલી ટી-૨૦ શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની સાથે જ ૫૪ અંક મેળવ્યા છે ૮૧૩ પોઈન્ટ સાથે ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. જયારે બીજા સ્થાને પાકિસ્તાનના બોલર શાદાબ ખાન ૭૩૩ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

ICCના ટોપ ૧૦ ટી-૨૦ રેન્કિંગ બોલરોમાં ભારતના બોલરોની વાત કરવામાં સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ ૭૦૬ પોઈન્ટ સાથે ત્રીજા અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહ બોલર ૬૦૯ પોઈન્ટ સાથે દસમાં ક્રમાંકે છે.

રાશિદ ખાન ઉપરાંત સાથી ખેલાડી મોહમ્મદ નબી અને મુજીબ ઉર રહેમાનને ICCના ટી-૨૦ રેન્કિંગમાં સૌથી વધુ ફાયદો થયો છે. નબીએ બાંગ્લાદેશ સામેની સીરીઝમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની સાથે જ ૬૨ સ્થાનની છલાંગ લગાવી છે અને તે ૮માં ક્રમાંકે પહોચ્યો છે. જયારે મુજીબ ૫૧નું સ્થાન હાંસલ કર્યું છે.

મહત્વનું છે કે, રાશિદ ખાનને વર્ષ ૨૦૧૭ માટે ICC દ્વારા સર્વશ્રેષ્ઠ એસોસિયેટ ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી હતી.

ICC ટી-૨૦ રેન્કિંગના આંતરરાષ્ટ્રીય ટીમ રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. આ રેન્કિગમાં અફઘાનિસ્તાન આઠમા અને બાંગ્લાદેશ ૧૦માં ક્રમાંકે યથાવત છે. ટીમ રેન્કિગમાં પાકિસ્તાન પ્રથમ સ્થાઈ હે જયારે ભારતીય ટીમ ત્રીજા સ્થાને છે.