Not Set/ આગામી 65 કલાકમાં ગુજરાતમાં થઇ શકે છે મેઘરાજનું આગમન, વિભાગ

ગુજરાતના અમુક જિલ્લાઓમાં જયારે મેઘરાજના છાંટાઓ ધરતીને મંદ-મંદ ભીંજવી ચુક્યા છે ત્યારે સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં આ વર્ષે   વરસાદ અંદજાથી ઓછો પડી શકે એમ છે. જેનું મુખ્ય કારણ અરબી સમુદ્રમાં આવલી ગડબડને જણાવવામાં આવી રહ્યું છે, જે આગામી વરસાદને પણ અસર કરશે. તાપમાન ખુબ ઊંચું જવાના કારણે અત્યારની પરિસ્થિતિમાં હવા પાતળી થઇ રહી […]

Top Stories Gujarat
RAIN આગામી 65 કલાકમાં ગુજરાતમાં થઇ શકે છે મેઘરાજનું આગમન, વિભાગ

ગુજરાતના અમુક જિલ્લાઓમાં જયારે મેઘરાજના છાંટાઓ ધરતીને મંદ-મંદ ભીંજવી ચુક્યા છે ત્યારે સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં આ વર્ષે   વરસાદ અંદજાથી ઓછો પડી શકે એમ છે.

જેનું મુખ્ય કારણ અરબી સમુદ્રમાં આવલી ગડબડને જણાવવામાં આવી રહ્યું છે, જે આગામી વરસાદને પણ અસર કરશે. તાપમાન ખુબ ઊંચું જવાના કારણે અત્યારની પરિસ્થિતિમાં હવા પાતળી થઇ રહી છે. આ ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ વધવાના કારણે લોકો પરસેવે પલળી રહ્યા છે.

મોસમ વિભાગ દ્વારા અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ઠંડા પવનોના સુસવાટા સાથે 65 કલાકની અંદર ગુજરાતમાં મેઘરાજ આગમન કરી શકે એમ છે. ગુજરાતમાં તાપમાનની વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયામાં દિનપ્રતિદિન તાપમાનમાં ધટાડો થઇ રહ્યો છે.

રાજ્યના કુલ નવ જેટલા શહેરોમાં તાપમાનનો પારો 40 ને પાર પહોંચી ચુક્યો છે. આથી આગામી 9 થી 12 તારીખોની અંદર સુરત, ભાવનગર, નવસારી, વલસાડ, અમરેલી, અને ડાંગ જીલ્લામાં વરસાદ આવી શકે એવી શક્યતાઓ છે. વિભાગનું કહેવું છે કે આગામી 20 તારીખ સુધીમાં સંપૂર્ણ રાજ્યમાં મેઘરાજનું આગમન થઇ જશે.