Not Set/ હવે દુશ્મનોની ખેર નહીં, ભારતીય સેનામાં આજે ‘ધનુષ’ નું આગમન

પર્વતો અને રણમાં દુશ્મનોનો નાશ કરવા સક્ષમ ધનુષ તોપનું આજે ભારતીય સેનામાં આગમન થઇ ચૂક્યું છે. ગન કૅરેજ ફેક્ટરી (જીસીએફ) જબલપુરમાં થનારા ઔપચારિક કાર્યક્રમમાં છ ધનુષ તોપ સેનાના અધિકારીઓને સોંપવામાં આવી હતી. ધનુષ તોપનું ઓર્ડન્સ ફેક્ટરી કાનપુર (ઑફિસ) અને ફિલ્ડ ગન ફેક્ટરી દ્વારા સંયુક્ત રીતે  નિમાર્ણ કરવામાં આવ્યું છે. #MadhyaPradesh: Visuals of Dhanush artillery gun […]

Top Stories India
Dhanush હવે દુશ્મનોની ખેર નહીં, ભારતીય સેનામાં આજે 'ધનુષ' નું આગમન

પર્વતો અને રણમાં દુશ્મનોનો નાશ કરવા સક્ષમ ધનુષ તોપનું આજે ભારતીય સેનામાં આગમન થઇ ચૂક્યું છે. ગન કૅરેજ ફેક્ટરી (જીસીએફ) જબલપુરમાં થનારા ઔપચારિક કાર્યક્રમમાં છ ધનુષ તોપ સેનાના અધિકારીઓને સોંપવામાં આવી હતી. ધનુષ તોપનું ઓર્ડન્સ ફેક્ટરી કાનપુર (ઑફિસ) અને ફિલ્ડ ગન ફેક્ટરી દ્વારા સંયુક્ત રીતે  નિમાર્ણ કરવામાં આવ્યું છે.

આ છે ધનુષની તાકાત

-બેરલનો વજન 2692 કિલો

-બેરલની લંબાઈ 8 મીટર

-રેંજ 42-45 કિલોમીટર

-બે ફાયર પ્રતિ મિનિટમાં

-સત બે કલાક ફાયર કરવા સક્ષમ

-તોપમાં ફિટ થતા ગોળાનુ વજન 46.5 કિલો

ધનુષ સ્વીડિશ ગન બોફોર્સનું સ્વદેશી સંસ્કરણ છે. ધનુષ તોપના  95 ટકાથી વધુ ભાગ સ્વદેશી છે. દરેક સીઝનમાં સૈન્ય દ્વારા કરાયેલા પરીક્ષણમાં આ  તોપ સાચી અને સપૂર્ણ રીતે મહત્વની સાબિત થઈ છે. તેનું આયુધ ફેક્ટરી કાનપુર અને ફિલ્ડ ગન ફેક્ટરીમાં મોટા પાયે  ઉત્પાદન શરૂ થયું છે. આ સંદર્ભમાં, ભારતીય સેના અને સંરક્ષણ મંત્રાલયે 19 મી ફેબ્રુઆરીએ લીલી ઝંડી આપી હતી. વર્ષ 2022-23 સુધી 114 ધનુષ તોપ સૈન્યને સોંપવામાં આવશે. ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડના નાયબ નિયામક અને જાહેર સંબંધી અધિકારી ગગન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે હાલમાં યોજાયેલ કાર્યક્રમમાં  સૈન્યને પહેલા તબક્કામાં છ ધનુષ તોપ આપવામાં આવશે.

 ધનુષનું સફર

વર્ષ 2000 માં ઓર્ડનન્સ ફેક્ટરી કાનપુર (ઓએફસી) દ્વારા બોફોર્સની બેરલને સંરક્ષણ મંત્રાલયમાં અપગ્રેડ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. ફેક્ટરીએ દેશમાં પ્રથમ વખત સાત મીટર લાંબી બેરલ બનાવી, જેને 2004 માં સૈન્ય દ્વારા મંજૂર કરવામાં આવી હતી.  બેરલ પાસ થતા જ તોપ બનાવવાની દરખાસ્ત મોકલવામાં આવી. આ પછી, 2011 માં, બોફોર્સ તોપની ટેક્નોલોજી અને ભારતમાં આ તોપ બનાવવાની મંજૂરી માટે સ્વીડિશ કંપનીએ 63 મહિનાનો સમય માંગ્યો હતો. આ દરમિયાન, ઓએફસીએ તોપ બનાવવાની દરખાસ્ત સેનાને કરી. આર્મીએ 18 મહિનાનો સમય આપ્યો ઓએફસી, ફિલ્ડ ગન અને ડીઆરડીઓએ, રેકોર્ડ સમયમાં એક સારી નવી  તોપ બનાવી સૈન્યને આપી દીધી.