Not Set/ સુષ્મા સ્વરાજની દરિયાદિલી

બહારના દેશમાં જાઓ અને તમારા હાથ પર રહેલા પૈસા ખતમ થઇ જાય અને એટીએમ પીન લોક થઇ જાય તો કેવી હાલત થાય તે એક રૂસી પ્રવાસીએ અનુભવ્યું. રૂસથી એક પ્રવાસી ભારતના પ્રવાસે આવ્યો હતો. અને પ્રવાસ દરમિયાન તેના પૈસા પુરા થઇ ગયા. જેથી રૂસનો પ્રવાસી ગભરાઈ ગયો અને વિચારવા લાગ્યો કે પાછું જવા માટે પૈસા […]

Top Stories
70760 oyzdjbaldn 1507697696 સુષ્મા સ્વરાજની દરિયાદિલી

બહારના દેશમાં જાઓ અને તમારા હાથ પર રહેલા પૈસા ખતમ થઇ જાય અને એટીએમ પીન લોક થઇ જાય તો કેવી હાલત થાય તે એક રૂસી પ્રવાસીએ અનુભવ્યું. રૂસથી એક પ્રવાસી ભારતના પ્રવાસે આવ્યો હતો. અને પ્રવાસ દરમિયાન તેના પૈસા પુરા થઇ ગયા. જેથી રૂસનો પ્રવાસી ગભરાઈ ગયો અને વિચારવા લાગ્યો કે પાછું જવા માટે પૈસા જોઇશે. આ પ્રવાસીએ ઘણા બધા પાસે મદદ માગી. અને છેલ્લે તેણે તમિલનાડુના એક મંદિરમાં ભીખ માંગવા લાગ્યો. જેની નોધ મીડીયાએ લીધી. અને મીડિયામાં જ્યારે આં અહેવાલ પ્રગટ થયો ત્યારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તેની નોધ લીધી અને રૂસી પ્રવાસીને માદરે વતન મોકલવા માટે જે પણ મદદ જોઈએ તે પૂરૂ પડવાનું આશ્વાસન આપ્યું. સુષ્માએ ટ્વીટ કરી પ્રવાસીને જણાવ્યું કે તમે ગભરાઓ નહી, તમારો દેશ અમારો ખાસ મિત્ર છે. અમારા અધિકારીઓ તમારી પૂરી મદદ કરશે. ઉલ્લેખનીય છે કે રૂસી પ્રવાસીનું એટીએમ પીન લોક થઈ ગયું હતું. જેથી તેમના પૈસા નીકળી શકતા ન હતા. જેથી તેને બીજો કોઈ ઉપાય ન મળતા તે તમિલનાડુના એક મંદિરની બહાર ભીખ માંગવા લાગ્યો હતો.