Rajkot News: રાજકોટ TRP ગેમઝોનમાં આગના મોટા સમાચાર આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ અને ફાયર વિભાગના અધિકારીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાના 4 અધિકારીઓના 12 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગની ઘટનામાં રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ મનસુખ સાગઠીયા, એટીપીઓ મુકેશ મકવાણા, એટીપીઓ ગૌતમ જોષી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા.
આપને જણાવી દઈએ કે, રાજકોટ અગ્નિકાંડ મામલે ચારેય અધિકારીઓની ધરપકડ બાદ ACB દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ધરપકડ કરાયેલા અધિકારીઓની ઓફિસો અને નિવાસ સ્થાને એસીબી ત્રાટક્યું હતું. પૂર્વ TPO એમ.ડી. સાગઠીયાની ઓફિસ અને રહેણાંક મકાન ખાતે, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબાની ઓફિસ અને રહેણાંક મકાન ખાતે, ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેરની ઓફિસ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથે જ રોહિત વિગોરાની ઓફિસ અને રહેણાંક મકાન ખાતે, મુકેશ મકવાણાની ઓફિસ અને રહેણાંક મકાન ખાતે, ગૌતમ જોશીની ઓફિસ અને રહેણાંક મકાન ખાતે તપાસ શરૂ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા પૂર્વ ટીપીઓ સાગઠિયાને આ બાંધકામ ગેરકાયદેસર છે તે ખ્યાલ હતો. આ ઉપરાંત તેની નીચે આવતા બે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ મકવાણા અને ગૌતમ જોષી પણ ગેરકાયદે બાંધકામ વિશે જાણતા હતાં. કદાચ ટીપીઓ સાગઠિયાની સૂચનાના કારણે તે બન્ને ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે કોઇ કાર્યવાહી કરી શકયા નહીં હોય. આવી જ રીતે કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત વિગોરાએ આ ગેમ ઝોનમાં ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં આગ લાગી હતી ત્યારે આગ બૂઝાવવા માટેની કામગીરી કરી હતી પરંતુ તેમને આ ગેમ ઝોનમાં ફાયર એનઓસી છે કે કેમ તે જોવાની જરા પણ દરકાર લીધી ન હતી. આ બધુ કૌભાંડ નોટોના વજનથી ભ્રષ્ટ્ર સરકારી બાબુઓએ ચાલવા દીધું હતું કે, પછી કોઇની શેહ શરમના કારણે આખં આડા કાન કરતા હતાં ? તે સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ
આ પણ વાંચો: રાજકોટમાં અગ્નિકાંડને પગલે ACB નું ઓપરેશન, પાંચ ઠેકાણે એસીબીના દરોડા