Not Set/ IND vs AUS (W)/ સ્મૃતિ મંધાનાની અડધી સદીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શનિવારે ત્રિકોણીય શ્રેણીની ટી-20 મેચની ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવ્યું છે. ભારતની ચાર મેચોમાં આ બીજી જીત છે અને તે ચાર પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. ઇંગ્લેન્ડ ત્રિકોણીય શ્રેણીની ટી-20 ની ત્રીજી ટીમ છે. ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચમાં બીજી હાર મળી છે. શ્રેણીની આગામી મેચ રવિવારે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. […]

Top Stories Sports
IND vs AUS W IND vs AUS (W)/ સ્મૃતિ મંધાનાની અડધી સદીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શનિવારે ત્રિકોણીય શ્રેણીની ટી-20 મેચની ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવ્યું છે. ભારતની ચાર મેચોમાં આ બીજી જીત છે અને તે ચાર પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. ઇંગ્લેન્ડ ત્રિકોણીય શ્રેણીની ટી-20 ની ત્રીજી ટીમ છે. ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચમાં બીજી હાર મળી છે. શ્રેણીની આગામી મેચ રવિવારે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ભારતીય ટીમે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ પર 173 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેને ભારતે બે બોલ બાકી રહેતા ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.

લક્ષ્યનો પીછો કરતા ટી-20 ઇતિહાસમાં આ ત્રીજી સૌથી મોટી જીત છે, જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રન લક્ષ્યાંકનો પીછો કરતા સૌથી મોટી જીત મેળવી છે. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 48 બોલમાં સાત ચોક્કાની મદદથી સૌથી વધુ 55, શેફાલી વર્માએ 28 બોલમાં આઠ ચોક્કા અને એક છક્કાની મદદથી 49 રન બનાવ્યા, જેમિમા રોડ્રિગ્ઝે 19 બોલમાં પાંચ ચોક્કાની મદદથી 30, કેપ્ટન હરમનપ્રીત કૌરે 20 બોલમાં એક છક્કાની મદદથી નોટ આઉટ 20 અને દીપ્તિ શર્માએ ચાર બોલમાં બે ચોક્કાની મદદથી નોટ આઉટ 11 રનોની ઇનિગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એલિસા પેરી, મેગન શટ અને નિકોલા કેરીએ એક-એક વિકેટ લીધી હતી.

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે 173 રન બનાવ્યા હતા. યજમાન ટીમ માટે એશ્લેગ ગાર્ડનરે 57 બોલમાં 11 ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી સૌથી વધુ 93 રન બનાવ્યા હતા. જોકે તેની ઇનિંગ્સ ટીમ માટે કામ કરી શકી ન હોતી. ગાર્ડનરને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. તેના સિવાય કેપ્ટન મેગ લેનિંગે 22 બોલમાં છ ચોક્કાની મદદથી 37 રન, બેથ મૂનીએ 16 અને એલિસા પેરીએ 13 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી દીપ્તિએ વધુ બે રાજેશ્વરી ગાયકવાડ, રાધા યાદવ અને હરલીન દેઓલે એક-એક વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.