Uttarpradesh Crime News/ લખનૌમાં ચોરીના આરોપમાં મહિલાને અપાઈ થર્ડ ડિગ્રી

ચોકી ઈન્ચાર્જ સહિત કેટલાય પોલીસકર્મીઓ સામે એફઆઈઆર

Top Stories India
Beginners guide to 2024 05 05T140208.110 લખનૌમાં ચોરીના આરોપમાં મહિલાને અપાઈ થર્ડ ડિગ્રી

Uttarpradesh News : ઉત્તરપ્રદેશના લખનૌમાં  એક મહિલાને થર્ડ ડિગ્રી આપવાના આરોપમાં મહિલા પીએસઆઈ અને 3 અન્ય પોલીસકર્મીઓ વિરૂધ્ધ કેસ દાખલ કરાયો છે. તેમની પર આરોપ છે કે તેમમે મહિલાને બેરહમીથી  મારઝૂડ કરી હતી. જેમાં તેને ગંભીર ઈજા થઈ હતી. આ મામલે કોર્ટના આદેશથી કાર્યવાહી કરવામાં આવી છે.

હજરતગંજ દારૂલશફા પોલીસ ચોકીના આ કેસમાં એક મહિલા પર ચોરીનો આરોપ લગાવાયો હતો. ફરિયાદ મળ્યા બાદ પોલીસ મહિલાને પકડીને પોલીસ ચોકી પર લાવી હતી. જ્યાં પોલીસે તેને બેરહમીથી મારઝુડ કરી હતી. આરોપ એવો છે કે મહિલાને થર્ડ ડિગ્રી ટોર્ચર અપાયું હતું.

બીજીતરફ મહિલા પોલીસ અને અન્ય પોલીસકર્મીઓ પર આરોપ છે કે તેમણે પોલીસ ચોકીમાં લાવીને મહિલાને એટલો માર માર્યો હતો કે તેની ચામડી સુધી નીકળવા લાગી હતી. બાદમાં લોહીથી લથબથ હાલતમાં છોડી દેવાઈ હતી.

જેને પગલે મહિલા પરિવારજનોએ આ મામલે કોર્ટનું શરણ લીધું હતું. કોર્ટના આદેશતી મહિલા પોલીસ ચોકી ઈન્ચાર્જ સહિત 3 પોલીસકર્મી પર એફઆઈઆર દાખલ કરાઈ હતી. કોર્ટના આદેશ પર પીજીઆઈ થાણામાં આઈપીસીની કલમ  323, 504, 506, 342 અને 384 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણમાં રાધનપુર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત

આ પણ વાંચો:શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ

આ પણ વાંચો:મતદાનના દિવસે હીટવેવની આગાહી, 44 ડિગ્રીએ પહોંચી શકે ગરમી