Surendranagar/ દસાડા તાલુકાના વિસાવડી ગામ પાસે હીટ એન્ડ રનની ઘટના

મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ કલાકો સુધી પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતદેહ પડી રહ્યો હતો અને અંદાજે ત્રણ કલાક બાદ દસાડા હોસ્પિટલ ડૉક્ટર પી.એમ.માટે………….

Top Stories Gujarat
Image 2024 05 05T140856.508 દસાડા તાલુકાના વિસાવડી ગામ પાસે હીટ એન્ડ રનની ઘટના

@ પ્રિયકાંત ચાવડા

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામા બેફામ ચાલતા ડમ્પર ચાલકો અવારનવાર અકસ્માત સર્જી રહ્યા છે ત્યારે ફરી અકસ્માતની ઘટના બની છે જેમાં વિસાવડી રોડ વિહતમાતાના મંદિર પાસે ડમ્પરે લોડીંગ રીક્ષાને અડફેટે લેતાં રીક્ષા ચાલકનુ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ વડગામના પિતા પુત્ર લોડીંગ રિક્ષામાં લાકડા ભરી જઈ રહ્યા હતા ત્યારે પાછળથી બેફામ ડમ્પર ચાલકે ટક્કર મારતા રીક્ષા ભંગોળાઈ હતી અને રીક્ષા ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. સદ્નસીબે સગીરને કોઈ ઈજા પહોંચી ન હતી. ગંભીર ઈજાને પગલે ૩૧ વર્ષીય મુકેશ કરશનભાઈ રાવળ ( રહે.વડગામ,તા.દસાડા,જિ.સુરેદ્રનગર )નુ સગીર પુત્રની સામે જ મોત થયુ હતુ.‌ અકસ્માત સર્જી અજાણ્યો ડમ્પરચાલક ફરાર થયો હતો. બનાવની જાણ થતા ઝીંઝુવાડા પોલીસ પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.

WhatsApp Image 2024 05 05 at 1.45.58 PM 1 દસાડા તાલુકાના વિસાવડી ગામ પાસે હીટ એન્ડ રનની ઘટના

મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ કલાકો સુધી પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતદેહ પડી રહ્યો હતો અને અંદાજે ત્રણ કલાક બાદ દસાડા હોસ્પિટલ ડૉક્ટર પી.એમ.માટે પહોંચ્યા હતા, મૃતદેહનુ પી.એમ.પણ થયું ન હતુ છતાં ઝીંઝુવાડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કલ્પેશ અસારીએ પી.એમ. વિના જ મૃતદેહ કબજાની પહોંચ આપી જતા રહ્યા હતા આ બાબતે હેડ કોન્સ્ટેબલ કલ્પેશ અસારીને પૂછતા ચૂંટણી બંદોબસ્ત માટે જવાનું હોવાથી પી.એમ.વિના જ પહોંચ આપી દીધી હોવાનું જણાવ્યું હતુ. ત્યારબાદ તાબડતોબ ફરી સરકારી હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અંબાજીમાં મારબલ ફેકટરીમાં CGSTના દરોડા, રૂ. 20 કરોડની ચોરી પકડાઇ

આ પણ વાંચો:પાટણમાં રાધનપુર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત

આ પણ વાંચો:શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ માઈક્રોપ્લાનિંગ

આ પણ વાંચો:મતદાનના દિવસે હીટવેવની આગાહી, 44 ડિગ્રીએ પહોંચી શકે ગરમી