વડોદરા/ શૈશવ સ્કૂલના સંચાલકો પર ગંભીર આક્ષેપ, પોલીસ મથકે આપી અરજી

શૈશવ સ્કૂલમાં વાલીઓના એક જૂથે સ્કૂલના સત્તાધીશો પર પ્રી પ્રાઈમરી સ્કૂલમાં ભણતા બાળકોને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોવાનો ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.આ સંદર્ભમાં વાલીઓના એક જૂથ દ્વારા ગોત્રી પોલીસ મથકમાં એક અરજી પણ આપવામાં આવી છે.

Top Stories Gujarat Vadodara
shaishav શૈશવ સ્કૂલના સંચાલકો પર ગંભીર આક્ષેપ, પોલીસ મથકે આપી અરજી

બાળકોને ત્રાસ આપવાનો મામલો
શારિરીક અને માનસિક ત્રાસનો આક્ષેપ
શૈશવ સ્કૂલના સંચાલકો પર છે આક્ષેપ
વાલીઓએ લગાવ્યા હતા ગંભીર આરોપ
શૈશવ સ્કૂલના પાંચ વાલીઓના પોલીસે નિવેદન લીધા
ગોત્રી પોલીસ સ્ટેશનમાં વાલીઓએ આપી હતી અરજી
વાલીઓ આજે ફી રિફંડ માટે અરજી આપશે

વડોદરાના સેવાસી રોડ પર આવેલી શૈશવ સ્કૂલ(shaishav school)ના સંચાલકો ઉપર વાલીઓએ ગંભીર આરોપ મૂક્યા છે. કુમળી વયના નાના  ભૂલકાંઓ ઉપર  શારીરિક અને માનસિક(physical and mental) અત્યાચાર કરવામાં આવતો હોવાના આક્ષેપ વાલીઓ(parents) દ્વારા કરવામાં આવ્યા છે. વાલીઓએ આક્ષેપ છે કે નર્સરીના બાળકોને ક્લાસમાં પુરી રાખવામાં આવે છે તેમ જ શિક્ષક(teachers)  દ્વારા તેમને માર મારવામાં આવે છે આ અંગે  પ્રિન્સિપાલે(principal) વાલી મીટીંગ(meeting) બોલાવી હતી પરંતુ વાલીઓની રજૂઆત સાંભળવા પ્રિન્સિપાલ(principal) ન આવતા આખરે મામલો ગોત્રી(gotri) પોલીસ(police) મથકે પહોચ્યો હતો. અને વાલીઓએ પોલીસ મથકે અરજી આપી શૈશવ સ્કૂલ(shaishav school) સામે પગલાં ભરવા માંગ કરી હતી.

વાલીઓ પોલીસ મથકે(police station) અરજી આપતા પોલીસ દ્વારા પાંચ વાલીઓના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. નર્સરીમાં અભ્યાસ(study) કરતા તમામ વાલીઓ શાળા ખાતે એકત્ર થઇ શાળા સંચાલકો વિરુધ્ધ  વિરોધ પ્રદર્શન પણ કરવાના મૂડમાં જણાય છે. તો સાથે ફી રિફંડ કરવા માટે પણ અરજી આપશે.

અત્રે નોધનીય છે કે, શાળામાં બાળકોની હેરાનગતિ કરવામાં આવે છે. નર્સરીમાં ભણતા માસૂમ બાળકોને ક્લાસરૂમમાં પુરી માર મારવામાં આવે છે.  બાળકોના શરીર પર વાગ્યાના નિશાન પણ જોવા મળ્યા હતા. બાળકો સ્કૂલે જતાં ડરે છે. અને રડે છે. એક વાલી જણાવ્યુ હતું કે,  શાળા સંચાલકો યુનિફોર્મ ચોક્કસ જગ્યાએથી લેવા માટે દબાણ કરે છે. શિક્ષકો દ્વારા અમને કયા પ્રકારનું ભણતર, જમવાનું તેમજ બીજી એક્ટિવિટીઓ શું હશે તે અંગે કોઈ પણ જાતની જાણકારી આપવામાં આવતી નથી. શાળામાં સ્ટાફનું પોલીસ વેરિફિકેશન છે કે કેમ ફૂડ લાઇસન્સ છે કે કેમ તે અંગે પણ કોઈ માહિતી આપવામાં આવી નથી બાળકોની વસ્તુ ચોરાઈ જવાની સાથે જમવાનું પણ છીનવી લેવામાં આવતું હોવાના વાલીઓએ આક્ષેપ કર્યા હતા.

આસ્થા / કાગડાની લીંટ તમારા પર પડે તો સાવધાન, થઈ શકે છે કઈ ખરાબ

પૌરાણિક માન્યતા / જાણો ગણેશજીએ શા માટે કર્યા હતા બે લગ્ન, વાંચો આ પૌરાણિક કથા