Biperjoy/ વાવાઝોડાને પહોંચી વળવા કચ્છની છેલ્લામાં છેલ્લી કેવી છે તૈયારી તે જાણો

કચ્છ અને કુદરતી આફતોને જાણે એકબીજા સાથે લેણુ લાગે છે. એકબાજુએ અહીં જુદા-જુદા સ્વરૂપમાં સમૃદ્ધિ છે તો બીજી બાજુએ જબરજસ્ત રણ છે. કચ્છીઓ માટે વિપદા કોઈ નવાઈ રહી નથી. કુદરતી આફતોમાંથી કેવી રીતે બેઠા થવું તે કચ્છનું ખમીર છે. કચ્છ 1998નું વાવાઝોડું જોઈ ચૂક્યું છે, 2001નો ભૂકંપ જોઈ ચૂક્યું છે. હવે તેની કસોટી બિપરજોયના સ્વરૂપમાં વિનાશક વાવાઝોડું લઈ રહ્યું છે.

Top Stories Gujarat
Bipperjoy 5 3 વાવાઝોડાને પહોંચી વળવા કચ્છની છેલ્લામાં છેલ્લી કેવી છે તૈયારી તે જાણો

કચ્છ અને કુદરતી આફતોને જાણે એકબીજા સાથે Bipejoy લેણુ લાગે છે. એકબાજુએ અહીં જુદા-જુદા સ્વરૂપમાં સમૃદ્ધિ છે તો બીજી બાજુએ જબરજસ્ત રણ છે. કચ્છીઓ માટે વિપદા કોઈ નવાઈ રહી નથી. કુદરતી આફતોમાંથી કેવી રીતે બેઠા થવું તે કચ્છનું ખમીર છે. કચ્છ 1998નું વાવાઝોડું જોઈ ચૂક્યું છે, 2001નો ભૂકંપ જોઈ ચૂક્યું છે. હવે તેની કસોટી બિપરજોયના સ્વરૂપમાં વિનાશક વાવાઝોડું લઈ રહ્યું છે.

1998નું વાવાઝોડું, 2001નો ભૂકંપ જોઈ ચૂકેલા કચ્‍છ જિલ્લામાં Bipejoy વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ સ્‍મૃતિ વનનું નિર્માણ કરીને કે કુદરતી આપત્તિઓ સામે માનવ જાતએ કઈ રીતે સજજ થવું એ વિશ્વ સમક્ષ એક પ્રેરણા ગણાવ્યું હતું. આજે બિપોરજોય વાવાઝોડાની કચ્‍છ ઉપર મહા આફત મંડરાઇ રહી છે. મહા ભયાનક તબાહી મચાવવાની ક્ષમતા ધરાવતા આ વિનાશક વાવાઝોડાની આપત્તિ સામે સરકારે ઝીરો કેઝ્‍યુલીટી એક પણ જાનહાનિ ન થાય અને બચાવ તેમ જ રાહતની કામગીરી કામગીરી ઝડપભેર થાય અને જન જીવન પૂર્વવત બને એ માટે બારીકાઈથી આયોજન કરવાનો એક સ્‍તુત્‍ય પ્રયાસ કર્યો છે.

એક કેન્‍દ્રીય અને રાજયના બે એમ ત્રણ મંત્રીઓ, સીનીયર Bipejoy આઈએએસ અધિકારીઓ સાથે જિલ્લા, તાલુકાનું તંત્ર, પ્રજાકીય પ્રતિનિધિઓ, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, લોકો સૌ એક સાથે મળી કામ કરી રહ્યા છે. વડાપ્રધાન અને મુખ્‍યપ્રધાન પણ વાવાઝોડાની સંભવિત આફતની પરિસ્‍થિતિ અને બચાવ, રાહતની તૈયારી ઉપર સતત નજર રાખી રહ્યા છે. 187 શેલ્ટર હોમ દ્વારા અંદાજિત 55 હજાર લોકોને સલામત સ્‍થળે ખસેડી લેવાયા છે. આ ઉપરાંત બ્લડબેન્કોને પણ ખડેપગે રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. તેમા પણ રેર બ્લડ ગ્રુપવાળાની કેટેગરી અલગ રાખવામાં આવી છે.

પશુઓનું પણ ધ્‍યાન રખાયું છે. 51 હજાર જેટલા પશુઓને પણ સલામત સ્‍થળે લઈ જવાયા છે. એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, એરફોર્સ, બીએસએફ, કોસ્‍ટગાર્ડની બચાવ ટીમો મેદાનમાં છે. સીઆરપીએફ, પોલીસ સહિતના સુરક્ષાદળો પણ સલામતી બંદોબસ્‍ત અને રાહત બચાવની કામગીરી માટે સજજ છે. શેલ્‍ટર હોમ તેમ જ રાહત કામગીરીમાં હજારો ફૂડ પેકેટોની જરૂર પડશે એ ગણતરી સાથે સરકાર, તંત્ર અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ એ મોટે પાયે તૈયારીઓ શરૂ કરી છે.

વૃદ્ધો, નાના બાળકો ઉપરાંત પ્રસૂતા મહિલાઓનો પણ ખ્‍યાલ Bipejoy રાખી શેલ્‍ટર હોમમાં ચાર્જીંગ બલ્‍બ, પાણી, મીણબત્તી, ઘોડિયા સહિતની સુવિધાઓ કરાઈ છે. જરુર પડે વીજપુરવઠો પૂર્વવત કરવા વીજ તંત્ર દ્વારા 15 હજાર જેટલા થાંભલા ઉપરાંત વીજ વાયરો સાથે સેંકડો કર્મચારીઓને તૈયાર રખાયા છે. તલાટી, આંગણવાડી કાર્યકરો, શિક્ષકો, આરોગ્‍ય સ્‍ટાફ સૌ સજજ છે. જરુર પડ્‍યે ઘાયલોની સારવાર થઈ શકે તે માટે 100 વધુ એમ્‍બ્‍યુલન્‍સ ઉપરાંત સરકારી હોસ્‍પિટલો, સંસ્‍થાકીય હોસ્‍પિટલો ને સજજ રખાઈ છે.

સંદેશ વ્‍યવહાર માટે સેટેલાઇટ ફોન ઉપરાંત જિલ્લાભરમાં Bipejoy પોલીસના પથરાયેલા 195 વાયરલેસ સેટનો ઉપયોગ કરવાની તૈયારી રખાઈ છે. લોકોને બહાર નહીં નીકળવાની માટેની અપીલ સાથે સ્‍કૂલ, કોલેજ, બજાર, બસ, રેલવે, વિમાની સેવાઓ બંધ રખાઈ છે. કચ્‍છના ચાર મોટા બંદર કંડલા, મુન્‍દ્રા અદાણી, મસ્‍ત્‍સય બંદર જખૌ, પ્રવાસન બીચ માંડવી સંપૂર્ણ બંધ છે. બન્ને બંદરો ઉપર ત્રીસ હજારથી વધુ ટ્રકોના પૈડાં થંભી ગયા છે. રેલવે વિભાગે પણ છ એન્‍જિન, એક રેક, કાંકરી, રેતી, પાટા તૈયાર રાખ્‍યા છે. જેથી જરૂર પડ્‍યે રેલવે વ્‍યવહાર ઝડપભેર પૂર્વવત કરી શકાય.

 

આ પણ વાંચોઃ Biperjoy/ વાવાઝોડાનું સમયપત્રક બદલાયુઃ ચારથી આઠમાં નહી પણ સાંજે સાતથી નવમાં ટકરાશે

આ પણ વાંચોઃ Biperjoy/ વાવાઝોડાનું સમયપત્રક બદલાયુઃ ચારથી આઠમાં નહી પણ સાંજે સાતથી નવમાં ટકરાશે

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ ગુજરાતથી હવે 180 કિમી દૂર ‘બિપરજોય’, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, કેટેગરી 3નું અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન

આ પણ વાંચોઃ બિપરજોય/ બિપોરજોય વાવાઝોડાના લગતે દરેક વીમા ક્લેમ ઝડપથી પતાવવા અત્યારથી જ તાકીદ