Not Set/ વડોદરાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સૌથી વધુ ખાઉધરા : એક વર્ષમાં ચા નાસ્તાનો આટલો ખર્ચ

છેલ્લા એક વર્ષમાં નગરસેવકોના ચા નાસ્તાનું બિલ હજારો નહિ પરંતુ લાખોમાં આવ્યું છે. છ લાખ રુપીયાથી વધુનો કેટલાક નગરસેવકો ચા નાસ્તો કરી ગયા છે.

Top Stories Gujarat Vadodara
ચા નાસ્તો

રાજ્યમાં સત્તા મળતા પદાધિકારીઓને પ્રજાના પરસેવાની કમાણીએ જાણે લીલા લહેર કરવાનો પરવાનો મળી જતો હોય એવી સ્થિતિ છે. વડોદરા મહાનગરપાલિકાનાં શાસકો દ્વારા પ્રજાના પૈસે તાગડધીન્ના કરવામાં આવી રહ્યા છે. આ બાબત અમે નહિ પરંતુ નગરસેવકોએ કરેલા ખર્ચના આંકડાઓ કહે છે. છેલ્લા એક વર્ષમાં નગરસેવકોના ચા નાસ્તાનું બિલ હજારો નહિ પરંતુ લાખોમાં આવ્યું છે. છ લાખ રુપીયાથી વધુનો કેટલાક નગરસેવકો ચા નાસ્તો કરી ગયા છે.

તાજેતરમાં આરટીઆઈ હેઠળ માગવામાં આવેલી માહિતીમાં ખુલ્યું છે કે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શાસક પક્ષના નેતાએ ચા નાસ્તા માટે માત્ર એક વર્ષમાં છ લાખથી વધુ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જો હિસાબ કરવામાં આવે તો વડોદરાના પદાધિકારીઓએ એક દિવસમાં 1800 રૂપિયાનો ખર્ચ માત્ર ચા નાસ્તા પાછળ જ કર્યો છે. વધુ વિગત અનુસાર મેયર કેયુર રોકડિયાએ રૂ. 89.172, ડેપ્યુટી મેયર નંદાબેન જોશીએ રૂ.1.30.050,  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનાં રૂ.2.98.313 અને શાસક પક્ષ નેતા અલ્પેશ લીંબાચિયાએ રૂ.1,32,019 રૂપિયાનો ચા નાસ્તા માટેનો ખર્ચ કર્યો છે.

ચા નાસ્તા માટે ખર્ચ થાય એ સ્વાભાવિક છે પરંતુ એક મર્યાદાથી વધુ ખર્ચ અનેક સવાલ પણ ઉભા કરે છે. જ્યારે વડોદરામાં તો પદાધિકારીઓએ લાખો રૂપિયાનો ચા નાસ્તો કરી નાખ્યો છે ત્યારે પ્રજામાં પણ આ અંગે અનેક સવાલો થઇ રહ્યા છે. છેલ્લા તેર મહિનામાં સૌથી વધુ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનના ચા નાસ્તાનો ખર્ચ થયો હોવાની સાબિતી આંકડાઓ આપી રહ્યા છે. જ્યારે સૌથી ઓછો ખર્ચ મેયરે કર્યો છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ત્રણ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ : કારણ છે સોશિયલ મીડિયા, જાણો સમગ્ર મામલો