Video/ જૂનાગઢ જેલમાં ઠાઠમાઠ સાથે ઉજવાઇ બર્થ ડે પાર્ટીઓ, બર્થ ડે કેક પર ગન અને બિયર મળી જોવા

જૂનાગઢ જેલમાં નિયમોના લીરેલીરા ઉડ્યા છે..જૂનાગઢ જેલની અંદર બર્થડે પાર્ટી થઇ હોવાનો વીડિયો સામે આવ્યો છે.જેલમાં ઠાઠમાઠ સાથે બર્થ-ડે પાર્ટીઓની ઉજવણી થઇ રહી છે.

Top Stories Gujarat Others
જૂનાગઢ
  • જૂનાગઢ જેલમાં નિયમોના લીરેલીરા
  • ઠાઠમાઠ સાથે ઉજવાઇ બર્થ ડે પાર્ટીઓ
  • જેલની અંદર કેદીઓ ફોડી રહ્યાં છે ફટાકડાઓ
  • બર્થ ડે કેક પર ગન અને બિયર મળી જોવા
  • બહારથી લોકો જેલની અંદર પ્રવેશ્યાની ચર્ચા

જૂનાગઢ જેલમાં નિયમોના લીરેલીરા ઉડ્યા છે.જૂનાગઢ જેલની અંદર બર્થડે પાર્ટી થઇ હોવાનો વીડિયો સામે આવ્યો છે.જેલમાં ઠાઠમાઠ સાથે બર્થ-ડે પાર્ટીઓની ઉજવણી થઇ રહી છે.જેલમાં કેદીઓ ધામધૂમપૂર્વક જન્મદિવસ ઉજવી રહ્યાં છે.ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી મહિનામાં બર્થ-ડે પાર્ટી થઈ હોવાનો વીડિયો વાયરલ થયો છે. જો કે, બર્થ ડે કેક પર ગન અને બિયર પણ જોવા મળી રહીં છે. ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરીઓ પોસ્ટ કરી સીન સપાટા પણ કરવામાં આવ્યા છે.ત્યારે બર્થ-ડે પાર્ટી પર બહારથી કેટલાક લોકો જેલની અંદર પ્રવેશ્યા હોવાની પણ ચર્ચાઓ છે.