Tech News/ મસ્કનો ટ્વિટર માટે ખરીદવાનો ઇનકાર ભારે પડી શકે, ટ્વિટરે જણાવ્યું કે…!!!

ટ્વિટર દ્વારા કેસ નોંધવાના સમાચાર પછી તરત જ મસ્કએ ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી. મસ્કે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર લખ્યું, Oh the irony lol. જો કે મસ્કે તેમના…

Top Stories Tech & Auto
Twitter Sues Elon Musk

Twitter Sues Elon Musk: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે જણાવ્યું હતું કે તેણે અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક પર 44 બિલિયન ડોલરમાં કંપનીનું સંપાદન પૂર્ણ કરવા દબાણ કરવા માટે દાવો કર્યો છે. મસ્કે નકલી એકાઉન્ટ્સ વિશે સચોટ માહિતી ન આપવાનો આરોપ લગાવીને ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદવાનો કરાર રદ કરવાની જાહેરાત કરી હતી. બીજી તરફ, ટ્વિટરે કહ્યું કે તે આ સોદાને જીવંત રાખવા માટે ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) મસ્ક પર કેસ કરશે.

એલોન મસ્કએ રમુજી જવાબ આપ્યો 

ટ્વિટર દ્વારા કેસ નોંધવાના સમાચાર પછી તરત જ મસ્કએ ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી. મસ્કે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર લખ્યું, Oh the irony lol. જો કે મસ્કે તેમના ટ્વિટમાં મુકદ્દમાનો ઉલ્લેખ કર્યો ન હતો, તે સ્પષ્ટ હતું કે તે કઈ બાજુનો ઉલ્લેખ કરી રહ્યો હતો.

ડેલવેર કોર્ટમાં કેસ દાખલ 

ટ્વિટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન બ્રેટ ટેલરે મંગળવારે ટ્વિટ કર્યું હતું કે એલન મસ્કને તેની કરારબદ્ધ જવાબદારીઓ માટે જવાબદાર ઠેરવવા માટે ડેલવેર કોર્ટ ઓફ ચાન્સરીમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે. તે આક્ષેપ કરે છે કે મસ્કે ટ્વિટર અને તેના શેરધારકો પ્રત્યેની તેની જવાબદારીઓનું સન્માન કર્યું નથી કારણ કે તેણે જે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા તે હવે તેના અંગત હિતોને પૂર્ણ કરતું નથી. મસ્કે શુક્રવારે કહ્યું હતું કે કંપની નકલી ટ્વિટર એકાઉન્ટ્સની સંખ્યા વિશે પૂરતી માહિતી આપી શકી નથી, જેના કારણે તેણે સોદો રદ કર્યો હતો.

આ પણ વાંચો: ISSF World Cup/ ISSF શૂટિંગ વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમના ખાતામાં બીજો ગોલ્ડ મેડલ

આ પણ વાંચો: ગુજરાત/ ગૌ હત્યા બંધ કરો, કતલખાના સીલ કરો : છોટાઉદેપુરમાં વેપારીઓએ બંધ પાળી, આવેદન આપી કરી માગ

આ પણ વાંચો: Booster Dose/ કેબિનેટનો મોટો નિર્ણય, 18 વર્ષથી વધુ ઉંમરના લોકો 75 દિવસ સુધી બૂસ્ટર ડોઝ ફ્રીમાં મેળવી શકશે