Not Set/ કોંગ્રેસ કાર્યકરોએ CMના રાજીનામાની કરી માંગ, અનેક જગ્યાએ કરવામાં આવ્યા ધરણાં

સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા. આ ધરણાં સીએમ રૂપાણીના આપેલા નિવેદનને લઇને કરવામાં આવ્યા હતા. સાથે સાથે સીએમ રૂપાણીના રાજીનામાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે સીએમ રૂપાણીએ થોડાક દિવસ પહેલા મહેસૂલ અને ગૃહવિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટ્રાચાર થઇ રહ્યો છે. તેવું નિવેદન આપ્યું હતું. જેથી મહેસૂલ કર્મીઓ તેમજ ગૃહવિભાગે નારાજગી વ્યક્ત કરી હતી […]

Top Stories Gujarat Others Videos
mantavya 35 કોંગ્રેસ કાર્યકરોએ CMના રાજીનામાની કરી માંગ, અનેક જગ્યાએ કરવામાં આવ્યા ધરણાં

સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા. આ ધરણાં સીએમ રૂપાણીના આપેલા નિવેદનને લઇને કરવામાં આવ્યા હતા. સાથે સાથે સીએમ રૂપાણીના રાજીનામાની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે સીએમ રૂપાણીએ થોડાક દિવસ પહેલા મહેસૂલ અને ગૃહવિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટ્રાચાર થઇ રહ્યો છે. તેવું નિવેદન આપ્યું હતું. જેથી મહેસૂલ કર્મીઓ તેમજ ગૃહવિભાગે નારાજગી વ્યક્ત કરી હતી અને વિરોધનો વંટોળ શરૂ થઇ ગયો હતો.

તો આ તરફ રાજકોટમાં પણ વિરોધનો વંટોળ શરૂ થઇ ગયો છે. કલેકટર કચેરી ખાતે ધરણા કરીને સીએમના રાજીનામાની માંગ કરી હતી.

કોંગ્રેસના આગેવાનોએ સીએમ રૂપાણી વિરુદ્ઘ સૂત્રોચ્ચાર કર્યા હતા. એટલું જ નહિં મહિલા કાર્યકરોએ સરકારી વાહનોમાંથી હવા પણ કાઢી નાંખી હતી. જામનગરમાં પણ આ જ પ્રકારના ધ્શયો જોવા મળ્યા હતા. કોંગ્રેસ દ્વારા લાલબંગલા સર્કલ ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

ગીર સોમનાથમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના મહેસૂલ વિભાગના ભ્રષ્ટાચાર અંગેના જાહેર નિવેદનને લોકોએ વિરોધ કર્યો હતો. સાથે સીએમ રૂપાણીના રાજીનામાની માંગ કરી હતી.