નિધન/ ઓડિશાના આરોગ્ય મંત્રી નાબ કિશોર દાસનું નિધન, CM પટનાયકે વ્યક્ત કર્યો શોક

ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નાબ કિશોર દાસનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે નબ કિશોર દાસના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે

Top Stories India
Naba Kishore Das

Naba Kishore Das: ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નાબ કિશોર દાસનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે નબ કિશોર દાસના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ઘટનાથી હું આઘાત અને પરેશાન છું. નબ કિશોર દાસ અમારી સરકાર અને પાર્ટીની સંપત્તિ હતા.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ઘટનાથી હું આઘાત અને પરેશાન છું. નબ કિશોર દાસ (Naba Kishore Das)અમારી સરકાર અને પાર્ટીની સંપત્તિ હતા. સીએમએ એક નિવેદનમાં કહ્યું કે મંત્રી નબ દાસના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અવસાનથી હું આઘાત અને દુઃખી છું. સીએમએ કહ્યું, ડોક્ટરોએ તેચનો જીવ બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા, પરંતુ કમનસીબે તેઓ બચી શક્યા નહીં.

મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમણે લોકો માટે આરોગ્ય વિભાગમાં સફળતાપૂર્વક અનેક પહેલ કરી છે. સીએમ પટનાયકે કહ્યું કે, એક નેતા તરીકે તેમણે  જનતા દળને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્યના આરોગ્ય મંત્રી નબ કિશોર દાસનું આજે (29 જાન્યુઆરી) સારવાર દરમિયાન અવસાન થયું હતું. રવિવારે (29 જાન્યુઆરી) એક કાર્યક્રમ દરમિયાન મંત્રી પર જીવલેણ હુમલો થયો હતો. કથિત રીતે એક પુલીવાલે નબા દાસ પર ગોળીબાર કર્યો હતો. ખૂબ જ ગંભીર સ્થિતિમાં, નબા દાસને રાજધાની ભુવનેશ્વરની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. તમામ રાજકીય પક્ષોના નેતાઓ નબા દાસના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.

Bharat Jodo Yatra/ કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ના સમાપન પ્રસંગેરાહુલ ગાંધીએ કહ્યું- જો સ્થિતિ એટલી જ સારી છે તો અમિત શાહે અહીં આવવું જોઈએ..

India Wins World Cup/ અંડર-19 ટી-20 વીમેન્સ વર્લ્ડ કપમાં ભારત ઇંગ્લેન્ડને હરાવી ચેમ્પિયન

Australian Open Champion/ નોવાક યોકોવિચ સિત્સિપાસને હરાવી ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન

Passenger Problem/ ઈન્ડિગોના પેસેન્જરે ઇમરજન્સી એક્ઝિટ કવર મિડ-એર દૂર કરવાનો પ્રયાસ કર્યો, કેસ દાખલ

British-Mughal Name/ “બ્રિટિશ, મુઘલ નામો હટાવી દેશે જો…”: ભાજપ નેતાએ કેન્દ્રના પગલાને સમર્થન આપ્યું