- નોવાક યોકોવિચે 10મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતી
- યોકોવિચ સૌથી વધુ 33 ગ્રાન્ડસ્લામ ફાઇનલ રમી ચૂક્યો છે, નડાલ 31 રમ્યો છે
- યોકોવિચે સિત્સિપાસને 6-3, 7-6, 7-6થી સીધા સેટોમાં હરાવી ટાઇટલ જીત્યું
- યોકોવિચે 22મું ગ્રાન્ડસ્લામ જીતીને રાફેલ નડાલના રેકોર્ડની બરોબરી કરી
નોવાક યોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપન 2023માં પુરૂષ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. djokovic Australian Open Champion આ જીત સાથે જોકોવિચે મેન્સ સિંગલ્સમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાના મામલે રાફેલ નડાલની બરાબરી કરી લીધી છે. djokovic Australian Open Champion જોકોવિચે ફાઇનલમાં ગ્રીસના સિત્સિપાસને હરાવ્યો હતો.
સર્બિયાના સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપન 2023માં મેન્સ સિંગલ્સનો djokovic Australian Open Champion ખિતાબ જીત્યો છે. ચોથી ક્રમાંકિત જોકોવિચે રવિવારે મેલબોર્નના રોડ લેવલ એરેના ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં ત્રીજા ક્રમાંકિત ગ્રીસના સ્ટેફાનોસ સિત્સિપાસને સીધા સેટમાં 6-3, 7-6, 7-6થી હરાવ્યો હતો. djokovic Australian Open Champion નોવાક જોકોવિચનું આ 22મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ હતું. હવે તેણે મેન્સ સિંગલ્સમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાના મામલે રાફેલ નડાલની બરાબરી કરી લીધી છે.
🏆 🏆 🏆 🏆 🏆 CHAMPION 🏆 🏆 🏆 🏆 🏆@DjokerNole has mastered Melbourne for a TENTH time!@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/ZThnTrIXdt
— #AusOpen (@AustralianOpen) January 29, 2023
નોવાક યોકોવિચનું આ 10મું ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ હતું. જો જોવામાં આવે તો, જોકોવિચને આ ટૂર્નામેન્ટની શરૂઆતમાં પીંડીના સ્નાયુની સમસ્યા સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં તેણે રમવાનું ચાલુ રાખ્યું અને તે ચેમ્પિયન બન્યો છે. હવે ફાઇનલ મેચ જીતીને નોવાક યોકોવિચ જૂન 2022 પછી ફરી એકવાર વર્લ્ડ નંબર 1 બની ગયો છે.
સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ (પુરુષ સિંગલ્સ)
- રાફેલ નડાલ (સ્પેન) – 22 (ઓસ્ટ્રેલિયન-2, ફ્રેન્ચ-14, વિમ્બલ્ડન-2, યુએસ-4)
- નોવાક યોકોવિક (સર્બિયા) – 22 (ઓસ્ટ્રેલિયન-10, ફ્રેન્ચ-2, વિમ્બલ્ડન-7, યુએસ-3)
- રોજર ફેડરર (સ્વિટ્ઝરલેન્ડ) – 20 (ઓસ્ટ્રેલિયન-6, ફ્રેન્ચ-1, વિમ્બલ્ડન-8, યુએસ-5)
- પીટ સામ્પ્રાસ (યુએસએ)-14 (ઓસ્ટ્રેલિયન-2, ફ્રેન્ચ-0, વિમ્બલ્ડન-7, યુએસ-5)
નોવાક યોકોવિચ 10મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યો છે. એટલે કે જ્યારે પણ યોકોવિચ અહીં ફાઇનલમાં પહોંચ્યો ત્યારે તેણે ટાઈટલ જીત્યું. સિત્સિપાસની વાત કરીએ તો તે બીજી વખત ફાઇનલમાં પહોંચ્યો હતો, પરંતુ અહીં પણ તેને નિરાશા હાથ લાગી હતી. યોકોવિચનો આ રેકોર્ડ 33મો ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ હતો.
Passenger Problem/ ઈન્ડિગોના પેસેન્જરે ઇમરજન્સી એક્ઝિટ કવર મિડ-એર દૂર કરવાનો પ્રયાસ કર્યો, કેસ દાખલ
“બ્રિટિશ, મુઘલ નામો હટાવી દેશે જો…”: ભાજપ નેતાએ કેન્દ્રના પગલાને સમર્થન આપ્યું
પેપર લીક કૌભાંડના મુખ્ય આરોપી જીત નાયકની ધરપકડ
રાજ્યભરની નોંધણી કચેરીઓ વધુ આધુનિક-ડિજિટલ બનાવાશેઃ સીએમ
દિલ્હીની તિહાડ જેલમાં રહી ચુક્યો છે પેપર લીકનો આરોપી કેતન બારોટ
