શનિવારે મહારાષ્ટ્રના રાજકારણને લઈને ચેક દિલ્હીથી મુંબઈ સુધીની રાજનીતિ ગરમાઈ છે. શિવસેના કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવવાનું સપનું જોતી હતી, ત્યારે એનસીપીના અજિત પવાર સાથે મળીને ભાજપે શપથ વિધિ પણ કરી લીધી.
છેવટે શરદ પવાર અને અજિત પવાર વચ્ચે વિખ્બળ શું છે. કેમ અજિત પવારને ભાજપમાં જવાની જરૂર પડી..? તો આ આવો જોઈએ ભૂતકાળમાં વર્ષ 2004 થી આ મતભેદની શરૂઆત થઇ હતી. 2004 ની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે એનસીપીને 71 અને કોંગ્રેસને 69 બેઠકો મળી હતી. પરંતુ, શરદ પવારે ભત્રીજા અજિત માટે મુખ્યમંત્રી પદ લેવાની જગ્યાએ કોંગ્રેસને આપી દીધી હતી.
રાજ્યમાં આ બલિદાનને બદલે શરદ પવારને કેન્દ્રમાં બે કેબિનેટ અને એક રાજ્ય પ્રધાન પદ મળ્યું. અજિત પવાર કાકાના આ પગલાથી ખુશ નહોતા. 2009 ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન, અજિત પવાર તેમના નજીકના લોકોને ટિકિટ આપવા માંગતા હતા, પરંતુ શરદ પવારે તેમની વાત સાંભળી ન હતી.
વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણી દરમિયાન, અજિત તેમના પુત્ર પાર્થને ચૂંટણી લડવા ઇચ્છતો હતો, પરંતુ શરદ પવારે પહેલા માંગને નકારી કાઢી હતી. બાદમાં, જ્યારે અજિત પવારે આગ્રહ કર્યો ત્યારે શરદ પવારે ટિકિટ આપી હતી, પરંતુ ચૂંટણી પ્રચારથી દૂર રહ્યા હતા. પરિણામે, પાર્થ ચૂંટણી હારી ગયો. તે જ સમયે, શરદ પવાર ચૂંટણી જીતવા માટે પ્રચારમાં તેમની પુત્રી સુપ્રિયા સાથે વ્યસ્ત હતા.
અજિત પવાર પણ આનાથી ખૂબ નારાજ હતા. પરંતુ તેમણે શરદ પવારની સામે તે વ્યક્ત ન કર્યું. વર્ષ 2019 ની વિધાનસભાની ચૂંટણીમાં પણ અજિત પવારને તેમના કેટલાક છાવણીમાંથી ટિકિટ લેવાની ઇચ્છા હતી પરંતુ શરદ પવારે ફરીથી તેમની માંગણીઓની અવગણના કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
