Not Set/ કોંગ્રેસને ઝટકો: સડક હાદસામાં કર્ણાટકના વિધાનસભ્યનું મૃત્યુ

કર્ણાટક કોંગ્રેસના વિધાનસભ્ય સિદ્ધુ નયમા ગૌડાનું સોમવારે એક સડક હાદસા માં મૃત્યુ થયું છે. મિડિયા રીપોર્ટસ મુજબ સિદ્ધુ ગોવાથી કર્ણાટક કારમાં જઈ રહ્યા હતા, આ દરમિયાન જ એમની કાર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઈ હતી. ૬૯ વર્ષીય સિદ્ધુ કોગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા, તથા હાલમાંજ જામખંડી સીટ પરથી જીતીને વિધાનસભામાં પહોચ્યા હતા. જાણકારી મુજબ તેઓ કારથી બગલકોટ, […]

India Trending
Congress MLA from Karnatakas Jamkhandi Siddu Nyama Gowda કોંગ્રેસને ઝટકો: સડક હાદસામાં કર્ણાટકના વિધાનસભ્યનું મૃત્યુ

કર્ણાટક કોંગ્રેસના વિધાનસભ્ય સિદ્ધુ નયમા ગૌડાનું સોમવારે એક સડક હાદસા માં મૃત્યુ થયું છે. મિડિયા રીપોર્ટસ મુજબ સિદ્ધુ ગોવાથી કર્ણાટક કારમાં જઈ રહ્યા હતા, આ દરમિયાન જ એમની કાર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઈ હતી. ૬૯ વર્ષીય સિદ્ધુ કોગ્રેસના વરિષ્ઠ
નેતાઓમાંના એક હતા, તથા હાલમાંજ જામખંડી સીટ પરથી જીતીને વિધાનસભામાં પહોચ્યા હતા.

જાણકારી મુજબ તેઓ કારથી બગલકોટ, કર્ણાટક સ્થિત એમના ઘરે જવા નીકળ્યા હતા, રસ્તા માં જ કોઈ ટ્રકે તુલસીગીરી પાસે
તેમની કારને ટક્કર મારી હતી. હાલમાંજ થયેલી કર્ણાટક ચુંટણીમાં તેમને બીજેપીના ઉમેદવાર શ્રીકાંત સુબ્બારાવ કુલકર્ણીને ૨૫૦૦
વોટથી હરાવ્યા હતા.

મહત્વનું છે કે સિદ્ધુના મૃત્યુ બાદ કોંગ્રેસના વિધાનસભ્યોની સંખ્યા ઘટીને ૭૭ થઇ ગઈ છે. આ પહેલા કર્ણાટકમાં ૨૨૪ સીટોમાંથી
૨૨૨ સીટો પર ચુંટણી થઇ હતી. એચડી કુમારસ્વામીએ એક સીટ પરથી રાજીનામું આપ્યું, સિદ્ધુનું આકસ્મિક મૃત્યુ થવાથી અને બે
સીટો ચુંટણી ના થવાથી કર્ણાટકમાં કુલ ચાર સીટો ખાલી પડી છે.

જણાવી દઈએ કે કર્ણાટકમાં કોંગ્રેસ(૭૭) અને જેડી(એસ)(૩૮) અને બીએસપીની એક સીટના સમર્થનથી કુમારસ્વામી મુખ્યમંત્રી
બની શક્યા છે અને ૧૦૪ સીટો વાળી સૌથી મોટી પાર્ટી બીજેપી વિપક્ષમાં છે. આવનારા સમયમાં પેટા-ચુંટણીઓ રાજનીતિક
સમીકરણો બદલી શકે છે.