Stock Market/ છેલ્લા દિવસે શેર બજારમાં તેજી, સેન્સેક્સ 56 હજારને પાર, આ શેરોએ કર્યો કમાલ

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર લીલા નિશાન પર બંધ થયું છે. આજે ટ્રેડિંગના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 371.69 પોઈન્ટ્સ એટલે કે 0.67%ના…

Top Stories Trending
Stock Market Record High

Stock Market Record High: ભારતીય શેરબજારમાં સતત 4 સત્રોથી વૃદ્ધિ જોવા મળી રહી છે. આજે સવારે બજાર લીલા નિશાન પર ખુલ્યું અને એક દિવસના વેપાર બાદ લીલા નિશાન પર બંધ થયું. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર લીલા નિશાન પર બંધ થયું છે. આજે ટ્રેડિંગના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 371.69 પોઈન્ટ્સ એટલે કે 0.67%ના વધારા સાથે 56,053.64 પોઈન્ટ્સ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 105.60 પોઈન્ટ્સ એટલે કે 0.64%ના વધારા સાથે 16,710.85 પોઈન્ટ્સ પર બંધ થયો હતો.

વૈશ્વિક બજારમાંથી સારા સંકેતો મળ્યા બાદ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સ્થાનિક શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 30 પોઈન્ટનો સેન્સેક્સ 118.89 પોઈન્ટ વધીને 55,800 પોઈન્ટની સપાટીએ ખુલ્યો હતો. તો 50 પોઇન્ટનો નિફ્ટી પણ 62 પોઇન્ટ વધીને 16,661.25 પર ખુલ્યો હતો. પ્રી-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30માંથી 28 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

હવે વાત કરીએ ગ્લોબલ માર્કેટની તો ગ્લોબલ માર્કેટમાંથી પણ સારા સંકેત મળી રહ્યા છે. યુએસ માર્કેટમાં લાભની હેટ્રિકથી રોકાણકારોને ફાયદો થયો. ડાઉ જોન્સ 150 પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો, જ્યારે નાસ્ડેક 1.4 ટકા વધ્યો હતો. ECBએ 11 વર્ષમાં પ્રથમ વખત વ્યાજ દરમાં 0.5%નો વધારો કર્યો છે. LICના શેરમાં આજે 22મી જુલાઈએ ફરી વધારો જોવા મળ્યો છે. આજે LICના શેર 0.45 પોઈન્ટ એટલે કે 0.065%ના ઘટાડા સાથે 688.00 પર ટ્રેડ કરી રહ્યા છે.

આ પણ વાંચો: મંતવ્ય સ્પેશિયલ/ સાણંદનાં લોદરિયાળ ગામ નજીક એક કંપની કરી છે પોતાની મનમાની : પ્રદુષણથી લઈને ભેદભાવ સુધીના અનેક નિયમોનો કરે છે ભંગ

આ પણ વાંચો: મોંઘવારી/ હિંમતનગરમાં હેબતાઈ જવાય તેવા છે શાકભાજીનાં ભાવ : રૂ.100માં માંડ મળશે એક કિલો શાક

આ પણ વાંચો: Business/ રૂપિયાના ઘટાડાને લઈને RBI ગવર્નર શક્તિકાંત દાસનું મોટું નિવેદન, કહ્યું- ‘ભારતની અર્થવ્યવસ્થા અન્ય દેશો કરતાં…