ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાની પરિસ્થિતિ પર કાબૂ મેળવવા મેળવવા માટે અથાગ પરિશ્રમ છતાં કોરોનાનો આંકડો કાબૂમાં આવી રહ્યો નથી. સરકાર ભલે જણાવી રહી હોય કે કોરોના ની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. પરંતુ હોસ્પિટલની બહાર દર્દીઓને લઈને એમ્બ્યુલન્સની લાગી રહેલી કતારો જોતા પરિસ્થિતિની પ્રતિદીન સરકારના હાથમાંથી જતી હોય તેવું નજરે પડી રહ્યું છે.ત્યારે રાજ્યમાં કોરોનાની સ્થિતિ મુદ્દે મોરચો સંભાળવા માટે હવે ગૃહમંત્રી અમીત શાહ મેદાનમાં ઉતરે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવ્યા બાદ ગૃહપ્રધાન અમિત શાહ આજે મોડી રાત્રે સુધીમાં અમદાવાદ આવી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિ સામે સરકાર વામણી પૂરવાર થઇ રહી છે. હાઇકોર્ટ દ્વારા સુઓમોટો અરજીની સુનાવણી વખતે સરકારનો વિવિધ મુદ્દાઓ ઉધડો લેવામાં આવી રહ્યો છે. હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી અંતર્ગત સરકારને ફરી એક વખત કોરોનાની પરિસ્થિતિ અંગે નીતિવિષયક નિર્ણયો લેવા માટે ટકોર કરવામાં આવી છે. એવામાં ગૃહમંત્રીનું ગુજરાતનું આગમન મહત્વપૂર્ણ બની રહેશે.
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહ GMDC તેમજ DRDO ખાતે આવેલા કોમેડી સેન્ટર નું નિરીક્ષણ કરશે. તેમજ રાજ્યમાં કોરોનાની સ્થિતિ મુદ્દે મોરચો સંભાળશે. તેમજ તેઓ અમદાવાદમાં રાત્રી રોકાણ કરવા જઈ રહ્યા છે ત્યારે આ દરમિયાનમાં અધિકારીઓ સાથે ઉચ્ચ લેવલની બેઠક યોજાય તેવી સંભાવના છે.