ગુજરાત/ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયા કાલે રાજકોટની મુલાકાતે…..

જેમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવીયા આવતીકાલે એઇમ્સ રાજકોટના પરાપીપળીયા ખંઢેરી ખાતેના કેમ્પસની પ્રગતિની મુલાકાત લેશે

Gujarat
Untitled 46 8 કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવીયા કાલે રાજકોટની મુલાકાતે.....

કેન્દ્ર સરકારના બે કેબીનેટ  મંત્રી અને ગુજરાતમાંથી રાજય સભાના સાંસદ મનસુખભાઇ માંડવીયા તથા પુરૂષોતમભાઇ રૂપાલા આજથી બે દિવસ  ગુજરાતની મુલાકાત પર છે. તાજેતરમાં કેન્દ્રીછય નાણામંત્રી નિર્મલા સિતારામને રજુ કરેલા બજેટ અંગે તેઓ અલગ અલગ શહેરોમાં પત્રકાર પરિષદ અને પ્રબુઘ્ધ નાગરીક સંમેલનમાં વિસ્તૃત છણાવટ કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.

આ પણ  વાંચો:IPL 2022 Auction / LIVE IPL હરાજી : મેગા હરાજી થોડા સમય માટે અટકી, જાણો શું છે કારણ

જેમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવીયા આવતીકાલે એઇમ્સ રાજકોટના પરાપીપળીયા ખંઢેરી ખાતેના કેમ્પસની પ્રગતિની મુલાકાત લેશે અને નીરીક્ષણ કરશે તેમની નિયત મુલાકાત અંદાજે બપોેરે 1 થી 4 વાગ્યા દરમિયાન યોજાશે.નિરીક્ષણ દરમિયાન આરોગ્ય મંત્રીને કેમ્પસની મુલાકાતે લઇ જવાશે, જેમાં તેના ધર્મશાળા બિલ્ડીંગમાં તાજેતરમાં શરુ થયેલ ઓપીડીની: નિરીક્ષ્ણ  કરશે.

આ  પણ વાંચો:Indian Railways / રેલવે મુસાફરો માટે સારા સમાચાર, 14 ફેબ્રુઆરીથી તમામ ટ્રેનોમાં ભોજન સેવા શરૂ થશે.

મુલાકાત સામેલ રહેશે અને તેના પછી પ્રોજેકટના વિવિધ પાસાઓ અને સ્થિતિ વિશેનું વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવશે. માનનીય મંત્રીની સાથે જાહેર પ્રતિનિધિઓ અને જિલ્લા તંત્રના અધિકારીઓ પણ જોડાશે. તેઓનું એઇમ્સ રાજકોટ ખાતે એકિઝકયુટીવ ડીરેકટર, ડે.કલેકટર  ફેકલ્ટી મેમ્બર્સ અને વિઘાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે.