ગુજરાત/ ઓનલાઇન શિક્ષણ સામે લાલબત્તી સમાન કિસ્સો ,ગઢડાના શાળાના શિક્ષકે વિદ્યાર્થિની સાથે કર્યા અડપલા

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એક સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એક શિક્ષકે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી હતી .

Gujarat
Untitled 46 7 ઓનલાઇન શિક્ષણ સામે લાલબત્તી સમાન કિસ્સો ,ગઢડાના શાળાના શિક્ષકે વિદ્યાર્થિની સાથે કર્યા અડપલા

 રાજયમાં કોરોના  કેસ હવ ઘટતા જોવા મળી રહ્યા  છે. ત્યારે સરકાર  દ્વ્રારા  હવે  શિક્ષણ ઓફલાઇન કરવામાં આવ્યું છે. જોકે હજુ પણ મોટાભાગના   બાળકો ઓનલાઈન  જ અભ્યાસ કરતાં જોવા મળી રહ્યા  છે. ત્યારે  ઓનલાઈન  શિક્ષણમાં   હવે અમુક એવા  કારસ્તાનો   થાય છે . જે  સમાજને લાંછન લગાડતા  હોય છે. ત્યારે એવા માં એક કિસ્સો સામે આવ્યો છે.  જેમાં ગઢડાના પ્રાથમિક શાળાના શિક્ષકે ઓનલાઈન શિક્ષણનો ગેર ઉપયોગ કરીને એક કુમળી વયની વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા.

આ પણ વાંચો:IPL 2022 Auction / LIVE IPL હરાજી :10.50 કરોડમાં વેચાયો હર્ષલ, દીપક હુડ્ડાને લખનઉ સુપરજાયન્ટ્સે ખરીદ્યો

 મળતી માહિતી પ્રમાણે, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એક સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એક શિક્ષકે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી હતી .

આ પણ વાંચો:ndian Railways / રેલવે મુસાફરો માટે સારા સમાચાર, 14 ફેબ્રુઆરીથી તમામ ટ્રેનોમાં ભોજન સેવા શરૂ થશે.

મહત્વનુ છે કે  શિક્ષકે વિદ્યાર્થીનીને ઓનલાઈન શિક્ષણની આડમાં મેસેજ કરતો હતો. શિક્ષક ઓનલાઈન શિક્ષણની આડમા વિદ્યાર્થીની સાથે વિડીયો કોલ પણ કરતો હતો. પરંતુ વિદ્યાર્થીનીને ઓનલાઈન મેસેજ અને ગીફ્ટ આપતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. વિદ્યાર્થીનીના પરિવારને જાણ થતા પરિવારે પોલીસ ફરીયાદ નોંધાવી છે.