Not Set/ મગફળી કૌભાંડ: પરેશ ધાનાણીના ઉપવાસનો ચોથો દિવસ, ભાજપના પૂર્વ મંત્રી ચિમન સાપરિયાની મંડળી પણ શામેલ હોવાનો આક્ષેપ

રોજકોટ રોજકોટ મગફળી કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો વિપક્ષ નેતા ધાનાણીના ઉપવાસનો ચોથો દિવસ યથાવત છે. જુના માર્કેટીંગ યાર્ડ ખાતે ધાનાણીના પ્રતિક ઉપવાસ પર બેઠા છે. તો બીજી તરફ આ મામલે હોઇકોર્ટના જજે પણ વધુ તપાસની માંગ કરી છે. પરેશ ધાનાણી સાથે પ્રદેશ કોંગ્રેસ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જામજોધપૂર યાર્ડમાંથી જે મગફળીની ખરીદી દરમિયાન ધૂળ- ઢેફા […]

Top Stories Rajkot Gujarat Trending
ewas 4 મગફળી કૌભાંડ: પરેશ ધાનાણીના ઉપવાસનો ચોથો દિવસ, ભાજપના પૂર્વ મંત્રી ચિમન સાપરિયાની મંડળી પણ શામેલ હોવાનો આક્ષેપ

રોજકોટ

રોજકોટ મગફળી કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો વિપક્ષ નેતા ધાનાણીના ઉપવાસનો ચોથો દિવસ યથાવત છે. જુના માર્કેટીંગ યાર્ડ ખાતે ધાનાણીના પ્રતિક ઉપવાસ પર બેઠા છે. તો બીજી તરફ આ મામલે હોઇકોર્ટના જજે પણ વધુ તપાસની માંગ કરી છે. પરેશ ધાનાણી સાથે પ્રદેશ કોંગ્રેસ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જામજોધપૂર યાર્ડમાંથી જે મગફળીની ખરીદી દરમિયાન ધૂળ- ઢેફા પથ્થરા, મળી આવ્યા હતા. આ અંગે ભાજપના પૂર્વ મંત્રી ચિમન સાપરિયા સંકળાયેલા હોવાની ફરિયાદ કલેક્ટરને કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર જામજોધપૂર માર્કેટીંગ યાર્ડમાં સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં નાયબ મામલતદાર, યાર્ડના સેક્રેટરી અને તાલુકા પંચાયતના અધિકારીઓની હાજરીમાં મગફળીનું ચેકિંગ કરવામાં આવ્યુ હતુ.

જે દરમિયાન ભાંડો ફૂટ્યો હતો અને હલકી ગુણવતા વાળો માલ મળી આવ્યો હતો. જેની તપાસમાં 25 કિલોની મગફળીની સરખામણીમાં 26 કિલો ગ્રામના માલમાં ધૂળ અને કાંકરા મળી આવ્યા હતા.

ચિમન સાપરિયાએ લાખો રુપિયાની મગફળી વેચી હતી જેમા ભેળસેળની વ્યાપક ફરિયાદ થઇ હોવાથી સ્થાનિક  ધારાસભ્યએ લેખિતમાં ફરિયાદ કરતા ફરીથી તપાસ કરવામા આવી છે.

આ કૌભાંડમાં ભાજપના પૂર્વ મંત્રી ચિમન સાપરીયાનું નામ પણ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે  મોટાભાગે ભાજપના કાર્યકરો, આગેવાનો અને નેતાઓ સંડોવાયેલા હોવાથી આજ દિવસ સુધી આ કૌભાંડની વધારે વિગતો બહાર નથી આવી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મગફલી કૌભાંડ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, મગફળી કૌભાંડમાં ભાજપના હોય કે કોંગ્રેસના કોઈને પણ છોડવામાં નહિં આવે.