લંપટ આચાર્ય/ નાપાસ કરવાની ધમકી આપી શાળાનો આચાર્ય બન્યો હેવાન, 14 વર્ષની કિશોરીને પીંખી નાખી

પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપી પ્રિન્સિપાલ રણજીત ઉર્ફે રાકેશએ  14 વર્ષની કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. તે વિદ્યાર્થીનીને નપાસ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ કરતો હતો.

Top Stories Gujarat Others
p1 2 નાપાસ કરવાની ધમકી આપી શાળાનો આચાર્ય બન્યો હેવાન, 14 વર્ષની કિશોરીને પીંખી નાખી
  • ભરૂચની સરસ્વતી શાળાનો આચાર્ય બન્યો હેવાન..
  • પ્રિન્સિપાલ રણજીત ઉર્ફે રાકેશ 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ
  • વિદ્યાર્થીનીને નપાસ કરવાની ધમકી આપી વારંવાર કરતો હતો દુષ્કર્મ..
  • બી ડીવિઝન પોલીસે રાત્રિના ધરપકડ કરી તપાસ શરૂ કરી

રાજયમાં સતત બળાત્કારના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે ભરુચ ખાતે શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. શાળાના આચાર્ય એ પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપી બાળકી ને પીંખી નાખી છે. શિક્ષણ જગતની આ ઘટનાથી સમગ્ર પંથકમાં ઘૃણાની લાગણી ફેલાઈ છે. શિક્ષક ના કૃત્ય સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

ભરૂચની સરસ્વતી શાળાનો આચાર્ય હેવાન બની સામે આવ્યો છે. પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપી પ્રિન્સિપાલ રણજીત ઉર્ફે રાકેશએ  14 વર્ષની કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. તે વિદ્યાર્થીનીને નપાસ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ કરતો હતો.  વિદ્યાર્થીની શાળાએ ન જવા માટે ઇનકાર કરતી હતી. તો ઘરના સભ્યોના દબાણ ને વશ  શાળાએ ગયા બાદ પોતાની બહેનને ફોન કરી સમગ્ર વાતની જાણ કરી હતી. અને લંપટ આચાર્યનો ભાંડો ફોડયો હતો.

સરસ્વતિ વિધાલયમાં ધોરણ 10માં ભણતી ઍક વિદ્યાર્થિની શારીરિક ત્રાસથી બચવા માટે શાળાએ જવાની આનાકાની કરી રહી હતી. માસૂમ વિદ્યાર્થિનીની હાલત કોઇને કહેવાય નહિ કે સહેવાય નહીં એવી થઈ ગઈ હતી. ત્યારે ગત તા 30ઓગસ્ટનાં રોજ આચાર્ય દ્વારા ફરી એકવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.

અને ત્યારબાદ તેણે પોતાની બહેનને ફૉન કરી સમગ્ર હકીહત જણાવી હતી. અને તેની બહેને પોતાની બહેન પર થતાં શારીરિક અત્યાચાર અંગેની ચોંકાવનારી વિગતો જાણી માતાને જાણ કરી હતી.  આ અંગે વિદ્યાર્થિનીની માતાએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલિસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

નરાધામને બચાવવા માટે કેટલાય નેતાઓ મેદાનમાં ઉતર્યા છે.  જો કે પોલીસે આ નરાધમ લંપટ આચર્યા વિરુધ્ધ બળાત્કાર અને પોસ્કો બંને કલમો લાગુ કરી છે.