Election/ લો બોલો!! હવે અહી 100 કાર્યકરોએ ભાજપમાંથી કોંગ્રેસમાં લીધી એન્ટ્રી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીકનાં દિવસોમાં યોજાશે, ત્યારે આ ચૂંટણીમાં દરેક પક્ષ પોતાને જીત મળે તે માટે પૂરુ જોર અપનાવી રહ્યા છે.

Gujarat Others
PICTURE 4 134 લો બોલો!! હવે અહી 100 કાર્યકરોએ ભાજપમાંથી કોંગ્રેસમાં લીધી એન્ટ્રી
  • પાટણમાં 100 કાર્યકરો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા
  • હારીજના ગણેશપુરા ખાતે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
  • નવા કલાણાના સરપંચ સહિત 50 કાર્યકરો જોડાયા
  • 27 જેટલા માજી સરપંચ કોંગ્રેસમાં જોડાયા

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તારીખો જાહેર થઈ ચુકી છે. ત્યારે શિયાળાની ઠંડીમાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીકનાં દિવસોમાં યોજાશે, ત્યારે આ ચૂંટણીમાં દરેક પક્ષ પોતાને જીત મળે તે માટે પૂરુ જોર અપનાવી રહ્યા છે. આ વચ્ચે પક્ષ પલટો થવાનો દૌર પણ યથાવત છે.

દેશમાં કોઇ પણ ચૂંટણી હોય ત્યારે પક્ષ પલટો કરવો જાણે આજની ફેશન જ બની ગઇ છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, રાજ્યનાં પાટણમાં 100 કાર્યકરો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હોવાનુ સામે આવી રહ્યુ છે. હારીજનાં ગણેશપુરા ખાતે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન યથાવત છે. નવા કલાણાનાં સરપંચ સહિત 50 કાર્યકરો કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. જ્યારે 27 જેટલા માજી સરપંચ પણ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભારે ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસ પક્ષ આ વખતે ભાજપ પાસેથી સત્તા છીનવી લેવાનો તરવરાટ જોવામાં આવી રહ્યો છે. જો કે આ તરવરાટ કોંગ્રેસમાં દર વખતની જેમ ક્ષણીક વૈરાગ્ય જેવો સાબિત થઇ જાય છે.

Election: ભાજપ સત્તાધીશ થશે તો કોણ બનશે મેયર?

Election: ઢોલ, નગારા સાથે કોંગ્રેસનાં દરિયાપુર ઉમેદવારોનો પ્રચાર

Election: ભાજપ દ્વારા પાટણ જીલ્લાની જીલ્લા પંચાયત, નપા, અને તા.પંચાયતના ઉમેદવારોની યાદી કરાઈ જાહેર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ