અમદાવાદ/ સ્ટર્લિંગ હોસ્પિટલે દર્દી પાસેથી રૂપિયા પડાવવાનું ભારે પડયું,PMJY કાર્ડ હોવા છતાં રૂપિયા વસુલ્યા

સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાધીશોએ સારવાર લેવા આવેલા દર્દી પાસે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY)નું કાર્ડ હોવા છતાં સારવારના રૂપિયા વસૂલતા નોટિસ ફટકારી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
YouTube Thumbnail 2024 03 15T143604.534 સ્ટર્લિંગ હોસ્પિટલે દર્દી પાસેથી રૂપિયા પડાવવાનું ભારે પડયું,PMJY કાર્ડ હોવા છતાં રૂપિયા વસુલ્યા

Ahmedabad News: ગુજરાત સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને ખાનગી હોસ્પિટલોના નિ:શુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. આ યોજનાના લાભાર્થીઓની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવતી હોવાથી લાભાર્થીને એકપણ રૂપિયો ચૂકવવાનો નથી હોતો. આમ છતાં દર્દીઓ પાસેથી રૂપિયા વસૂલતી હોસ્પિટલ સામે સરકાર કાર્યવાહી કરતી હોય છે. ત્યારે આવામાં આયુષમાન યોજનાની ગાઈડલાઈનનો ભંગ કરવાનું સ્ટર્લિંગ હોસ્પિટલને ભારે પડ્યું છે.સરકારે આ માટે સ્ટર્લિંગ હોસ્પિટલને 45 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હોસ્પિટલે દર્દી પાસે આયુષમાન કાર્ડ હોવા છતા ઓપરેશનના રૂપિયા 9 લાખ વસુલ્યા હતા.

મળતી માહિતી અનુસાર,  સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાધીશોએ સારવાર લેવા આવેલા દર્દી પાસે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY)નું કાર્ડ હોવા છતાં સારવારના રૂપિયા વસૂલતા નોટિસ ફટકારી છે. હોસ્પિટલ સત્તાધીશો દ્વારા દર્દી પાસે આયુષ્માન કાર્ડ ના હોવાની ખોટી સહી કરાવડાવીને કેસલેસ સારવાર નહતી આપી અને રૂ.8,96,011 રૂપિયાનું તોતિંગ બિલ વસૂલ કર્યું હતુ.

આ મામલે દર્દીએ અમદાવાદના આરોગ્ય અધિકારીને ફરીયાદ કરતા આરોગ્ય અધિકારી એક્શનમાં આવ્યા હતા, અને સ્ટર્લિંગ હોસ્પિટલ સામે કાર્યવાહી હાથ ધરી હતી, જે અંતર્ગત હોસ્પિટલે દર્દી પાસેથી વસુલેલા રૂપિયા 9 લાખના 5 ગણા એટલે કે રૂપિયા 45 લાખનો દંડ હોસ્પિટલને ફટકાર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પીએમ મોદીએ ભૂટાનના સમકક્ષ શેરિંગ તોબગે સાથે ઘણા મુદ્દાઓ પર ‘અર્થપૂર્ણ’ ચર્ચા કરી 

આ પણ વાંચો:પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ફેરફાર, અહીં ₹7થી વધુ સસ્તું મળશે ક્રૂડ ઓઈલ

આ પણ વાંચો: સાયબર ક્રિમિનલ કિડનેપિંગ અને ખંડણી માટે AIનો કરી રહ્યા છે ઉપયોગ