Not Set/ ચુંટણી ઢંઢેરો: ભાજપ ગ્રેજ્યુએશન સુધી મફતમાં શિક્ષણ, તો કોંગ્રેસ કોલજના વિધાર્થીઓ માટે ફ્રીમાં સ્માર્ટફોન આપશે

કર્ણાટક વિધાનસભાની ૨૨૪ સીટ પર ૧૨ મેના રોજ યોજાનારી ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આ ચૂંટણીને લઇ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એડી ચોટીનું જોર અજમાવવામાં આવી રહ્યું છે. કર્ણાટકના બેંગલુરુમાં બીજેપીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતમાં ચૂંટણીનો ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. ભાજપના દ્વારા કર્ણાટકની ચૂંટણી માટે જાહેર કરાયેલા ઘોષણાપત્રમાં […]

Top Stories
karnataka BJP 2 ચુંટણી ઢંઢેરો: ભાજપ ગ્રેજ્યુએશન સુધી મફતમાં શિક્ષણ, તો કોંગ્રેસ કોલજના વિધાર્થીઓ માટે ફ્રીમાં સ્માર્ટફોન આપશે

કર્ણાટક વિધાનસભાની ૨૨૪ સીટ પર ૧૨ મેના રોજ યોજાનારી ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આ ચૂંટણીને લઇ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એડી ચોટીનું જોર અજમાવવામાં આવી રહ્યું છે.

કર્ણાટકના બેંગલુરુમાં બીજેપીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતમાં ચૂંટણીનો ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. ભાજપના દ્વારા કર્ણાટકની ચૂંટણી માટે જાહેર કરાયેલા ઘોષણાપત્રમાં ખેડૂતો, બીપીએલ મહિલાઓ તેમજ યુવાન છોકરાઓને લેપટોપ સહિતની અનેક સુવિધાઓ આપવાની ઘોષણા કરવામાં આવી છે.

કર્ણાટક – ચૂંટણી ઢંઢેરો – ભાજપ- 2018

૩૦૦થી વધુ અન્નપૂર્ણા કેન્ટીન બનાવવામાં આવશે.

૪૦૦ ST બાળકોને વિદેશમાં સ્પોન્સર અભ્યાસ માટે મોકલાશે.

OBC જાતિના લોકો માટે સુવિધાઘર માટે ૭૫૦૦ કરોડ રૂપિયાનું બજેટ

૨૪ X ૭ એન્ટી કરપ્શન હેલ્પલાઇન આપવામાં આવશે.

રાજ્યમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા પર ભાર

રાજ્યમાં હાઈવેનો વિકાસ કરવામાં આવશે

બેંગલુરૂને કચરા મુક્ત કરવામાં આવશે

તમામ વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સુધી મફતમાં શિક્ષણ અપાશે.

કોલેજના વિધાથીઓને મફતમાં લેપટોપ આપવામાં આવશે.

નોકરી માટે ૨૫૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

વરસાદ ન પડવાના કારણે જાહેર કરાયેલા દુષ્કાળ પ્રભાવિત ક્ષેત્રોમાં ૨૦ લાખ ખેડૂતોને ૧૦૦૦૦ રૂપિયાની મદદ.

ખેડૂતોને સિંચાઈ યોજના માટે ૧.૫ લાખ કરોડ રૂપિયા

ખેડૂતોને પંપ સેટ માટે દસ કલાક સુધી મફતમાં વીજળી

ગૌ-હત્યા રોકવા માટે કાર્યક્રમો ચલાવવામાં આવશે.

જાનવરોના કલ્યાણ માટે ૩૦૦૦ કરોડ રૂપિયા

મહિલાઓને આપવામાં આવ્યા મંગળસૂત્ર સહિતના વાયદાઓ

મહિલાઓને ૨ લાખ રૂપિયા સુધી ૧ ટકા વ્યાજના દરે લોન આપવામાં આવશે.

BPL પરિવારોની તમામ મહિલાઓને મફતમાં સ્માર્ટફોન

૩ ગ્રામનું મંગળસૂત્ર તમામ BPL પરિવારોની મહિલાઓને તેઓના લગ્ન પર આપવામાં આવશે.

ભાગ્યલક્ષ્મી સ્કીમના ભાગરૂપે ૧ થી ૨ લાખ રૂપિયા મિડલ ક્લાસ અને નીચલી કક્ષાની મહિલાઓને આપવામાં આવશે

BPL મહિલાઓ અને યુવતીઓ માટે મફતમાં સેનેટરી નેપકિન, અન્ય મહિલાઓને માત્ર ૧ રૂપિયામાં મળશે આ સુવિધા

તમામ તાલુકામાં આરોગ્ય કેન્દ્રની સ્થાપના

કર્ણાટક – ચૂંટણી ઢંઢેરો – કોંગ્રેસ- 2018

સરકારી સ્કુલોમાં એક થી બાર ધોરણ સુધી મફતમાં શિક્ષણ

કોલેજમાં જવા વાળા વિધાર્થીઓ માટે ફ્રીમાં સ્માર્ટ ફોન આપશે.

રાજ્યમાં દર વર્ષે 15-20 લાખ નોકરીઓ ઉભી કરવામાં આવશે.

ગરીબો માટે ઇન્દિરા કેન્ટીન યોજના ખોલવામાં આવશે.

રાજ્યમાં ઓલમ્પિક મેડલ વિજેતાઓને એક કરોડ રૂપિયા ઇનામ આપવામાં આવશે.

*આ પહેલા ભૂતકાળની ચુંટણીઓમાં અલગ અલગ પાર્ટી વોટર્સને લુભાવવાની વાતોથી આકર્ષવાના પ્રયત્નો કરી ચુકી છે.

કર્ણાટક – ચૂંટણી ઢંઢેરો – ભાજપ – 2017

મહિલાઓને મફતમાં મંગળસૂત્ર ઉપરાંત સ્માર્ટફોન, સસ્તા વ્યાજદરે લોન આપવાનું વચન આપવામાં આવ્યું.

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો – ગુજરાત – 2017

-શાળાના વિદ્યાર્થીઓને લેપટોપ અપાશે. વિદ્યાર્થીઓને સ્માર્ટફોન અપાશે.

-એકલી રહેતી મહિલાઓને ઘરનું ઘર અપાશે.

-જરૂરિયાતમંદ લોકોને પાંચ કિલો ઘઉં, બે કિલો ચોખા, ત્રણ કિલો બાજરી અને એક કિલો મકાઇ અપાશે.

તામિલનાડુ – ચૂંટણી ઢંઢેરો – 2017 – એઆઇડીએમકે

-લગ્ન પહેલા છોકરીઓને સોનાની એક ગીની આપવામા આવશે.

-અરાસુ કેબલ ટીવી ગ્રાહકોને ફ્રી સેટટોપ બોક્ષ આપવાનું વચન.

-રેશનકાર્ડ ધારકોને ૫૦૦ – ૫૦૦ રૂ.ના ફ્રી ગીફટ કુપન, મફતમાં મોબાઈલ,

-સમાજવાદી પાર્ટી – ઉત્તરપ્રદેશ – 2017

મતદારોને પ્રભાવિત કરવા માટે ઘણા વચન આપવામાં આવ્યા છે જેમાં સ્માર્ટ ફોનથી લઇને મહિલાઓ માટે પ્રેશર કૂકર આપવાનું વચન સામેલ છે. આ ઉપરાંત સૌથી ગરીબ લોકોને મફતમાં ઘઉં અને ચોખા

-વિદ્યાર્થીઓને મફત ટેબલેટ

ભાજપ ચૂંટણી ઢંઢેરો – ગુજરાત – 2012

-મારા વિસ્તારમાં મારું ઘર યોજના અંતર્ગત પાંચ વર્ષમાં 50 લાખ પાક્કા ઘર બનાવવાનું વચન આપ્યું હતું. હાલ સુધીમાં માત્ર 3 લાખ (શહેરી અને ગ્રામીણ) ઘર બન્યા છે.

ભાજપ –ચૂંટણી ઢંઢેરો – 2012

-રીક્ષાવાળાઓને વીમા કવચ અને વિદ્યાર્થીઓને મફત લેપટોપ

ભાજપ- ચૂંટણી ઢંઢેરો- ઉત્તરપ્રદેશ – 2012  

-ભાજપ પોતાના શાસન દરમિયાન રાજ્યના દલિત નેતાઓની અને અન્ય સંતોની મૂર્તિઓ લગાવશે.

-બીપીએલ પરિવારની તમામ મહિલાઓને ફ્રી સ્માર્ટફોન

– ૩ ગ્રામનું મંગળસૂત્ર તમામ બીપીએલ પરિવારોની મહિલાઓને લગ્ન પ્રસંગે અપાશે

કોંગ્રેસ – ચૂંટણી ઢંઢેરો – કર્ણાટક- 2017

-કોંગ્રેસે 10 રૂપિયામાં ગરીબોને ભરપેટ ભોજન ઉપલબ્ધ  કરાવવા માટે ઈન્દિરા કેન્ટીન શરૂ કરવાની જાહેરાત કરી.