Not Set/ ડુપ્લીકેટ લાયસન્સ પર હવે આવશે સરકારી સકંજો , જાણો કેવી રીતે ?

નવી દિલ્હી, આધારકાર્ડને સરકારી યોજના સાથે જોડવાના મુદ્દે અત્યારે સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ સુનાવણી કરી રહી છે. ત્યારે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે હવે ડ્રાઈવિંગ લાયસન્સ સાથે આધાર કાર્ડને જોડવું ફરજિયાત બનાવવાની યોજના પર કામ કરી રહી છે. આધાર કાર્ડને લાઇસન્સ સાથે જોડવાની માહિતી કોર્ટમાં પણ રજુ કરવામાં આવી હતી. ટૂંક સમયમાં  સમગ્ર દેશમાં તમામ […]

Top Stories
licence ડુપ્લીકેટ લાયસન્સ પર હવે આવશે સરકારી સકંજો , જાણો કેવી રીતે ?

નવી દિલ્હી,

આધારકાર્ડને સરકારી યોજના સાથે જોડવાના મુદ્દે અત્યારે સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ સુનાવણી કરી રહી છે. ત્યારે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે હવે ડ્રાઈવિંગ લાયસન્સ સાથે આધાર કાર્ડને જોડવું ફરજિયાત બનાવવાની યોજના પર કામ કરી રહી છે.

આધાર કાર્ડને લાઇસન્સ સાથે જોડવાની માહિતી કોર્ટમાં પણ રજુ કરવામાં આવી હતી. ટૂંક સમયમાં  સમગ્ર દેશમાં તમામ ડ્રાઈવીંગ લાયસન્સોને આધારકાર્ડ સાથે લીંક કરાવવા ફરજિયાત બનશે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, ભારત સરકાર નેશનલ ઇન્ફર્મેશન સેન્ટર (એનઆઈસી)ની સાથે મળીને સારથી-૪ નામની સિસ્ટમ તૈયાર કરી રહી છે. સારથી -૪ સોફ્ટવેરથી બધા રાજ્યોને જોડવામાં આવશે, ત્યારબાદ દેશમાં ક્યાય પણ ડુપ્લીકેટ લાઇસન્સ કઢાવી નહિ શકાય.

માર્ગ સુરક્ષા અંગે સુપ્રીમ કોર્ટે રચેલી એક કમિટીએ બુધવારે ન્યાયમૂર્તિ મદન બી. લોકુર અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની બેન્ચને સારથી -૪ સોફ્ટવેર વિશે જાણ કરી હતી.

જેમાં દેશભરના ડ્રાઈવિંગ લાયસન્સ ધારકોના રેકોર્ડ રહેશે. તમામ લાયસન્સ આધારથી લિંક હશે. જેનાથી ડુપ્લીકેટ  લાયસન્સની સમસ્યા દૂર કરી શકાશે. સારથી-૪  સિસ્ટમ લાગુ થયા બાદ ડ્રાઈવર તરફથી કરવામાં આવેલ ટ્રાફિક નિયમના ભંગની સમગ્ર માહિતી કેન્દ્રીય રેકોર્ડમાં હશે. આ માટે લાયસન્સને પંચ કરવાની કોઈ જરુર નહી પડે.