- આતંકવાદ વિરુદ્ધ મોદી સરકારની સરાહનીય કામગીરી
- કેન્દ્રીય સુચના-પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન
- જમ્મુ કાશ્મીરમાં આતંકવાદમાં 188 ટકા ઘટાડો
- આતંકવાદ વિરુદ્ધ અમારી ઝીરો ટોલરન્સ નીતિ
- આતંકવાદ વિરુદ્ધ PMએ દુનિયાને એકજૂટ કરી
- ભારતમાં આતંકવાદ,નક્સલવાદની કમર તૂટી
- પૂર્વોત્તરમાં ઉગ્રવાદની ઘટનામાં સતત ઘટાડો
ભાજપ સરકાર કેન્દ્રમાં છે ત્યારથી આંતકવાદની ઘટનાઓ અકુંશમાં આવી ગઇ છે, આ મામલે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મોદી સરકારમાં આંતકવાદની ઘટનામાં ઘટાડો નોંધાયો છે. આંતકવાદ સામે અમારી ઝીરો ટોલરન્સ નીતિ છે. ભારતમાં આતંકવાદ અને નક્સલવાદની કમર તોડવાનું કામ મોદી સરકારે કર્યું છે. મોદી સરકાર દ્વારા આતંકવાદ વિરુદ્ધ સૌથી કડક કાયદા બનાવવામાં આવ્યા છે, જેના કારણે કેટલાક દેશોમાં હોબાળો મચી ગયો છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ વિરુદ્ધ આંદોલન કરવાથી લઈને મોદી સરકારે ટેરર ફંડિંગના મામલામાં કડક કાર્યવાહી કરવા માટે વિશ્વભરના દેશોને એક કર્યા છે.
બચાવ કાર્ય પર વાત કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગે કહ્યું કે વૈશ્વિક બચાવ કામગીરી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. ઓપરેશન ગંગા હેઠળ વર્ષ 2021-22માં યુક્રેનમાં ફસાયેલા 22 હજાર 500 ભારતીય નાગરિકોને લાવવામાં આવ્યા હતા. આ ઓપરેશન 1 ફેબ્રુઆરીથી માર્ચ 2022 સુધી ચાલ્યું હતું. વર્ષ 2021માં ઓપરેશન દેવી શક્તિ હેઠળ અફઘાનિસ્તાનથી 670 નાગરિકોને લાવવામાં આવ્યા હતા. કોરોના મહામારી દરમિયાન વંદે ભારત દ્વારા 1 કરોડ 83 લાખ લોકોને ઘરે લાવવામાં આવ્યા હતા. ઓપરેશન સંકટ મોચન વર્ષ 2016માં શરૂ કરવામાં આવ્યું હતું, ઓપરેશન નેત્રી હેઠળ નેપાળથી ભારતીયોને લાવવામાં આવ્યા હતા.