World News :ઈરાનના પેટ્રોલિયમ વેપારમાં કથિત સંડોવણી અને નાણાકીય સહાયના આરોપસર અમેરિકા (America)એ કડક પગલાં લેતા બે ભારતીય કંપનીઓ અને પાંચ ભારતીય નાગરિકો પર પ્રતિબંધો લાદ્યા છે. આ આક્રમક કાર્યવાહીથી ભારતીય વેપાર જગતમાં પણ ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
America એ કઈ કંપનીઓ પર લાધ્યો પ્રતિબંધ?
ઈરાન (Iran)થી પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી અને વેચાણને સરળ બનાવવા બદલ મુંબઈ સ્થિત ‘એસએસપીએલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ’ (SSPL Solutions Pvt Ltd) અને ‘સમુદ્ર મરીન સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ’ (Samudra Marine Services Pvt Ltd) સામે આ પગલાં લેવામાં આવ્યા છે.

પ્રતિબંધિત નાગરિકો
આ કાર્યવાહીમાં SSPL સોલ્યુશન્સના અધિકારીઓ ધ્વની વોરા (Dhvani Vora)અને નિસર્ગ વોરા તથા સમુદ્ર મરીન સર્વિસિસના અધિકારીઓ કેતન કોચીકર (Ketan Kochikar), ભૂપેન્દ્રસિંહ સાહુ અને હરિશ્યામ હરિહરન ચુંડકટ્ટીલનો સમાવેશ થાય છે. આ તમામ વ્યક્તિઓ અને તેમની કંપનીઓના નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
‘ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ’ અંતર્ગત કડક નીતિ
અમેરિકા દ્વારા આ પગલું ઈરાનને ભંડોળ પૂરું પાડતું અટકાવવા અને તેની આવકના મુખ્ય સ્ત્રોતોને તોડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી કડક નીતિ ‘ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ’ ના ભાગરૂપે લેવામાં આવ્યું છે.
ગેરકાયદેસર ભંડોળ
યુએસ વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, આ કંપનીઓએ ઈરાની સરકારને લાખો ડોલરનું ભંડોળ પૂરું પાડ્યું હતું, જેનાથી ઈરાનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને બળ મળી રહ્યું છે.
સમયમર્યાદા અને અન્ય પ્રતિબંધો
યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે સમુદ્ર મરીન સર્વિસિસ જેવી ભારતીય કંપનીને બાકી રહેલા સોદા, ચૂકવણીઓ અને કાગળકામનો નિકાલ કરવા માટે આગામી 23 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. આ ઉપરાંત, અમેરિકાએ ઈરાનને મદદ કરતી અન્ય 17 કંપનીઓ અને તેમના 17 “ગુપ્ત જહાજો” પર પણ પ્રતિબંધો લાદ્યા છે, જેઓ સમુદ્ર માર્ગે ગુપ્ત રીતે ઈરાની તેલ અન્ય દેશોમાં પહોંચાડતા હતા.
આ પણ વાંચો:અમેરિકા પર ઈરાનનો મોટો ખતરો, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યા ચેતવણીના સંકેતો
આ પણ વાંચો:લક્ષદીપ નજીકથી ઝડપાયેલું 3 હજાર કરોડનું ડ્રગ્સ; ઈરાની બોટ નારગોલ બંદરે લંગારાઈ
આ પણ વાંચો:ઈરાનનો મોટો દાવ! અમેરિકા દબાણ ઘટાડે તો 7 દિવસમાં ખૂલશે હોર્મુઝ?
