Not Set/ શિક્ષકે વિદ્યાર્થીઓને સોટીથી ફટકાર્યા,સરપંચે દાખલ કરી પોલીસ ફરિયાદ

મૂળી તાલુકાનાં ધોળીયા ગામમાં વિદ્યાર્થીઓને શિક્ષકે રૂમમાં પુરી સોટી વડે માર મારતા સરપંચે પોલીસ ફરિયાદ નોંધાવી છે.બુધવારે બનેલા આ બનાવમાં ધોળીયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક દેવેન્દ્ર ઝાલાએ 20 જેટલા વિદ્યાર્થીઓને રૂમમાં પુરી સોટી વડે માર માર્યો હતો. મળતી વિગતો પ્રમાણે બુધવારે સાંજે શાળામાં ધો. 6 થી 8ના 20 વિદ્યાર્થીઓ રમી રહ્યા હતા. ત્યારે શિક્ષક દેવેન્દ્રભાઇ ઝાલાએ […]

Top Stories Gujarat Others
fcsdj 5 શિક્ષકે વિદ્યાર્થીઓને સોટીથી ફટકાર્યા,સરપંચે દાખલ કરી પોલીસ ફરિયાદ

મૂળી તાલુકાનાં ધોળીયા ગામમાં વિદ્યાર્થીઓને શિક્ષકે રૂમમાં પુરી સોટી વડે માર મારતા સરપંચે પોલીસ ફરિયાદ નોંધાવી છે.બુધવારે બનેલા આ બનાવમાં ધોળીયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક દેવેન્દ્ર ઝાલાએ 20 જેટલા વિદ્યાર્થીઓને રૂમમાં પુરી સોટી વડે માર માર્યો હતો.

મળતી વિગતો પ્રમાણે બુધવારે સાંજે શાળામાં ધો. 6 થી 8ના 20 વિદ્યાર્થીઓ રમી રહ્યા હતા. ત્યારે શિક્ષક દેવેન્દ્રભાઇ ઝાલાએ તમને રમવાનું કોને કહ્યું તેમ કહી રૂમમાં બેસવા જણાવ્યું હતુ.

શિક્ષકના કહેવાથી બાળકો રૂમમાં રહ્યા હતા.જો કે ગુસ્સે ભરાયેલા શિક્ષકે શાળા છૂટ્યા બાદ  વિદ્યાર્થીઓને છુટ્ટા હાથ તેમજ લાકડી વડે બેફામ માર માર્યો હતો. બાળકોએ ઘરે જઇને વાલીઓને હકીકત જણાવી હતી. આથી 15 થી વધુ બાળકોને સારવાર માટે દવાખાને લઇ જવાયા હતા.

મૂળ ખેડા જિલ્લાના વતની દેવેન્દ્રભાઇ ઝાલા મૂળીના ધોળીયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં 13 વર્ષથી ધો. 4 અને 5ના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. અને સાથે તેમના પત્નિ દક્ષાબેન પણ ત્યાં જ શિક્ષીકા છે.

આ બનાવમાં હવે સરપંચ જશરામભાઈ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.