Not Set/ બાળકને ગટરમાં પડે 48 કલાકથી પણ વધુ થયો સમય, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

મુંબઈનાં આંમ્બેડકર નગરમાં ત્રણ વર્ષનો બાળક ગટરનું ઢાંકણ ખુલ્લુ હોવાથી પડી ગયો હતો, જેના માટે રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે. અંદાજે 48 કલાકથી પણ વધુ સમય થયો હોવા છતા બાળકને શોધવામાં તંત્ર પૂરી રીતે ફેઇલ રહ્યુ છે. જો કે હાલમાં તેને શોધવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આટલો સમય થયો હોવાના કારણે બાળકનું […]

Top Stories India
images 1562817430629 WhatsApp Image 2019 07 11 at 3.59.37 AM બાળકને ગટરમાં પડે 48 કલાકથી પણ વધુ થયો સમય, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

મુંબઈનાં આંમ્બેડકર નગરમાં ત્રણ વર્ષનો બાળક ગટરનું ઢાંકણ ખુલ્લુ હોવાથી પડી ગયો હતો, જેના માટે રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે. અંદાજે 48 કલાકથી પણ વધુ સમય થયો હોવા છતા બાળકને શોધવામાં તંત્ર પૂરી રીતે ફેઇલ રહ્યુ છે. જો કે હાલમાં તેને શોધવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આટલો સમય થયો હોવાના કારણે બાળકનું જીવંત મળવુ થોડુ મુશ્કિલ લાગી રહ્યુ છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, એક ત્રણ વર્ષનો બાળક બુધવારે રાત્રે લગભગ 10:24 વાગે ચાલતો જતો હતો, ત્યારે તે અચાનક રસ્તા પર રહેલા ગટરમાં પડી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સીસીટીવી ફૂટેજ દ્વારા સામે આવ્યો છે, જેમાં ગટર ખૂબ જ ઉંડી હોય તેવુ લાગી રહ્યુ છે. સંભાવના છે કે, ભારે વરસાદનાં કારણે બાળક ગટરમાં તણાઇ ગયો હોય. આ બાળક વિશે હજુ સુધી કોઈ સમાચાર સામે આવ્યા નથી. અંદાજે 48 કલાકથી પણ વધુ સમય થયો હોવા છતા બાળકને શોધી શકાયો નથી. જેથી બાળકનાં પિતાએ તંત્ર પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગોરેગાવ નજીકથી સામે આવી હતી જ્યા સીસીટીવી કેમેરામાં બાળકને જોઇ શકાય છે કે તે વૉકિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક ગટરનું ઢાંકણુ ખુલ્લુ રહી ગયુ હોવાના કારણે તે અંદર પડી ગયો હતો. બાળકને પડે પણ અંદાજે 48 કલાકથી પણ વધુ સમય થયા હોવા છતા રેસ્ક્યૂ ટીમ તેને શોધવામાં પૂરી રીતે અસફળ સાબિત થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન