sonu sood/ સોનુ સૂદે કોરોનાકાળમાં જરૂરિયાતમંદોની મદદ માટે 10 કરોડની સંપત્તિ રાખી ગિરવી : અહેવાલ

જેેણે કોરોનાકાળમાં જરૂરિયાતમંદ લોકોની સહાય માટે આગળ આવ્યા હતા તે અભિનેતા સોનુ સૂદની ચેરિટી વિશે બીજી એક મોટી વાત પ્રકાશમાં આવી છે. એક અહેવાલ મુજબ, તેમણે ગરીબ લોકોને મદદ કરવા માટે 10 કરોડ રૂપિયા એકત્રિત

Top Stories Entertainment
sonu sood સોનુ સૂદે કોરોનાકાળમાં જરૂરિયાતમંદોની મદદ માટે 10 કરોડની સંપત્તિ રાખી ગિરવી : અહેવાલ

જેેણે કોરોનાકાળમાં જરૂરિયાતમંદ લોકોની સહાય માટે આગળ આવ્યા હતા તે અભિનેતા સોનુ સૂદની ચેરિટી વિશે બીજી એક મોટી વાત પ્રકાશમાં આવી છે. એક અહેવાલ મુજબ, તેમણે ગરીબ લોકોને મદદ કરવા માટે 10 કરોડ રૂપિયા એકત્રિત કરવાનું વચન આપ્યું હતું અને તે પૈસા ભેગા કરવા માટે તેણે મુંબઇમાં પોતાની 8 સંપત્તિઓ ગિરવે રાખી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં અભિનેતા અનેક ગરીબો માટે મસીહા બની સામે આવ્યો હતો અને ગરીબોની મદદ માટે આગળ આવેલા સોનુ સૂદની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોનુંએ ગરીબોની મદદ માટે 8 સંપત્તિ ગીરો રાખી છે. આ મિલકતો મુંબઇના જુહુ વિસ્તારમાં આવેલી છે. જેમાં બે દુકાન અને 6 ફ્લેટ શામેલ છે.

Sonu Sood back from a London holiday

મની કંટ્રોલ રિપોર્ટ અનુસાર, પ્રતિજ્ઞા કરાર પર 15 સપ્ટેમ્બરના રોજ સહી કરવામાં આવી હતી અને 24 નવેમ્બરના રોજ રજીસ્ટર કરવામાં આવ્યું હતુ. સોનુ સૂદ દ્વારા લોન લેવા બદલ રૂ .5 લાખની નોંધણી ફી પણ ચુકવવામાં આવી હતી. આ બિલ્ડિંગ એબી નાયર રોડ પર મુંબઇના ઇસ્કોન મંદિર પાસે આવેલી છે. જેએલએલ ઈન્ડિયાના સિનિયર ડાયરેક્ટર રિતેશ મહેતાએ કહ્યું કે મેં આ પ્રકારની ચેરીટી વિશે ક્યારેય સાંભળ્યું નથી. આ સંપત્તિઓની માલિકી એક્ટર અને તેની પત્ની પાસે રહેશે. તેઓ તેમની પાસેથી ભાળુ પણ લઇ શકશે. જો કે, તેઓએ મિલકત સામે લેવામાં આવેલી 10 કરોડ રૂપિયાની લોનની રકમ ચૂકવવી પડશે અને તેના પર વ્યાજ પણ ચૂકવવું પડશે.

china vs india / સરહદ પર સેના ખડકવા મામલે ચીને આપી 5 સફાઇ, સંબંધ સૌથી ખરાબ તબ…

ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટને પહોંચી વળવા અમલમાં મૂકાયેલા લોકડાઉન દરમિયાન, દિલ્હી-એનસીઆર સહિતના તમામ વિસ્તારોમાં સ્થળાંતર થયેલા મજૂરોને તેમના ગામોમાં જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમયગાળા દરમિયાન, સોનુ સૂદ ગરીબોની મદદ માટે આગળ આવ્યા અને તેમણે હજારો લોકોને પોતાનાં મુકામ પર પહોંચાડવાનું કામ કર્યું. આ સિવાય તેઓએ મોટી સંખ્યામાં પી.પી.ઇ કીટ પણ આપી હતી. આને લીધે, દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકોએ મદદ માટે તેમને ફોન કરીને મેસેજ કરવાનું શરૂ કર્યું. સોનુ સૂદે ઓગસ્ટમાં ટિ્‌વટ કર્યું હતું કે, “1137 ઇમેઇલ્સ, 19000 ફેસબુક સંદેશા, 4812 ઇન્સ્ટાગ્રામ સંદેશા, 6741 ટ્વિટર સંદેશાઓ મદદ માટે આવ્યા છે.”

दो बेटों के पिता हैं सोनू सूद, 24 साल पहले की थी शादी, इस वजह से लाइमलाइट  से दूर रहती है पत्नी | Sonu sood Wife Sonali and his Complete Family KPG

સોનુ સૂદે લખ્યું, ‘સરેરાશ, આટલી મોટી સંખ્યામાં લોકો દરરોજ મદદ માટે સંદેશ આપે છે. આટલી મોટી સંખ્યામાં દરેક સુધી પહોંચવું અશક્ય છે. હું હજી પણ મારા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છું. માફ કરશો જો હું તમારો સંદેશ ચૂકી ગયો હોત. ‘ એટલું જ નહીં સોનુ સૂદના પ્રયત્નોની સંયુક્ત રાષ્ટ્રના વિકાસ કાર્યક્રમ દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી અને તેમને વિશેષ માનવતાવાદી ક્રિયા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…