Not Set/ ચિન્મયાનંદ કેસ પર પ્રિયંકા ગાંધીએ આપ્યુ મોટુ નિવેદન, કોની રાહ જુએ છે યોગી સરકાર

જાતીય શોષણનાં આરોપી ચિન્મયાનંદની ધરપકડનાં વિલંબ પર કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ઉન્નાવ કેસમાં થયેલી બેદરકારીને ફરીથી પુનરાવર્તન કરવામાં આવી રહી છે. તેમણે ઉત્તર પ્રદેશ પોલીસ પર પણ નિશાન સાધ્યું હતું. પ્રિયંકાએ ગુરુવારે ટ્વીટ કરીને લખ્યું છે કે, “ઉન્નાવ દુષ્કર્મ કેસમાં ભાજપ સરકાર અને પોલીસની બેદરકારી […]

Top Stories India
pjimage 1 4 ચિન્મયાનંદ કેસ પર પ્રિયંકા ગાંધીએ આપ્યુ મોટુ નિવેદન, કોની રાહ જુએ છે યોગી સરકાર

જાતીય શોષણનાં આરોપી ચિન્મયાનંદની ધરપકડનાં વિલંબ પર કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ઉન્નાવ કેસમાં થયેલી બેદરકારીને ફરીથી પુનરાવર્તન કરવામાં આવી રહી છે. તેમણે ઉત્તર પ્રદેશ પોલીસ પર પણ નિશાન સાધ્યું હતું.

પ્રિયંકાએ ગુરુવારે ટ્વીટ કરીને લખ્યું છે કે, “ઉન્નાવ દુષ્કર્મ કેસમાં ભાજપ સરકાર અને પોલીસની બેદરકારી અને આરોપીને સુરક્ષા આપવાનું પરિણામ બધાની સામે છે. હવે શાહજહાંપુર કેસમાં ભાજપ સરકાર અને યુપી પોલીસ ફરી પુનરાવર્તન કરી રહી છે. પીડિતા ડરેલી હાલતમાં છે. ભાજપ સરકાર ખબર નહી આ મામલે કોની રાહ જોઇ રહી છે.”

ચિન્મયાનંદ પર આરોપ લગાવનાર વિદ્યાર્થીએ કહ્યુ છે કે, જો તેની જલ્દીથી ધરપકડ કરવામાં નહીં આવે તો તે આત્મહત્યા કરી લેશે. વિદ્યાર્થી તેના પરિવાર સાથે પ્રયાગરાજ ગઈ હતી અને ત્યાં તેના પિતાએ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી અને વકીલોની સલાહ પણ લીધી. બીજી તરફ, ચિન્મયાનંદને બુધવારે 18 સપ્ટેમ્બરનાં રોજ મેડિકલ કોલેજનાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ મામલે જ્યારે વિદ્યાર્થીએ ખુલાસો કર્યો ત્યારથી તે ખૂબ જ ડરી ગઇ છે. તે એક વીડિયોમાં કહી ચુકી છે કે તે ચિન્મયાનંદ અને તેની તાકાતથી ખૂબ ડરી ગઇ છે. તાજેતરમાં આઈસીયુમાં દાખલ ચિન્મયાનંદ પર આવનારા દિવસોમાં કોઇ મોટી કાર્યવાહી થાય છે કે કેમ જોવુ રહ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.