Not Set/ મોબાઈલ ફોન ખરીદવા માટે દોઢ મહિનાના બાળકને ફક્ત 40 હજારમાં વેચી દીધું

નાઇજીરિયામાં એક મહિલાએ થોડા રૂપિયા માટે માં-બેટાના સંબંધો પર લાંછન લગાવ્યું છે. તેણી મોબાઈલ ફોન ખરીદવા માંગતી હતી, જેથી તેણીએ પોતાના દોઢ મહિનાના બાળકને 40 હજાર રૂપિયામાં વેચી નાખ્યું. આ ઘટના નાઈજિરીયાના એડ઼ો રાજ્યની છે. જ્યાં સ્થાનિક લોકોએ આના વિષે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસ કમિશ્નર જોન્સન કુકોમે આ ઘટનાની પુષ્ટિ કરતા આને ગંભીર અપરાધ જણાવ્યો […]

Top Stories World
my conscience disturbing me says 23 yr old mother who sold 6wk old baby n200000 to buy phone as she confesses મોબાઈલ ફોન ખરીદવા માટે દોઢ મહિનાના બાળકને ફક્ત 40 હજારમાં વેચી દીધું

નાઇજીરિયામાં એક મહિલાએ થોડા રૂપિયા માટે માં-બેટાના સંબંધો પર લાંછન લગાવ્યું છે. તેણી મોબાઈલ ફોન ખરીદવા માંગતી હતી, જેથી તેણીએ પોતાના દોઢ મહિનાના બાળકને 40 હજાર રૂપિયામાં વેચી નાખ્યું. આ ઘટના નાઈજિરીયાના એડ઼ો રાજ્યની છે. જ્યાં સ્થાનિક લોકોએ આના વિષે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસ કમિશ્નર જોન્સન કુકોમે આ ઘટનાની પુષ્ટિ કરતા આને ગંભીર અપરાધ જણાવ્યો છે.

રિપોર્ટ મુજબ 23 વર્ષીય મિરેકલ જોન્સને બાળકને અનાથાલયમાં વેચ્યો હતો. આના બદલે તેણીને 40 હજાર રૂપિયા મળ્યા હતા. પોલીસ પુછપરછમાં તેણે આરોપ કાબુલી લીધો છે. સાથે જ જણાવ્યું કે તેણીએ તેની મિત્ર મામા જોયની મદદથી એનામબ્રા રાજ્યના ઓનિતશા સ્થિત અનાથાલયમાં બાળક વેચ્યું હતું. જોય હાલ ફરાર છે. અને પોલીસ એને શોધી રહી છે.

evol મોબાઈલ ફોન ખરીદવા માટે દોઢ મહિનાના બાળકને ફક્ત 40 હજારમાં વેચી દીધું

જોયએ જ જોન્સનને બાળક વેચીને પતિ માટે મોટરસાયકલ અથવા કારોબારમાં મદદ કરવા માટે પૈસા ભેગા કરવાની સલાહ આપી હતી. જોકે, બે બાળકની માતા જોન્સને માન્યું કે એનો ફેંસલો ખોટો હતો. પતિની પૈસાની મારામારીના કારણે, મહિલાએ તણાવમાં આવીને બાળક વેચવાનો ફેંસલો કર્યો હતો.

આરોપી મહિલાનું કહેવાનું છે કે તેણી બાળકને વેચીને મેળવેલી રકમમાંથી મોબાઈલ ફોન ખરીદવા નહતી માંગતી. મિત્રની જીદ પર ખરીદવો પડ્યો હતો. વળી, મીરેકલના પતિ જોન્સન ઓમુવોકપરનું કહેવાનું છે કે તેણે પત્નીને બાળક વેચવાની સાફ ના કહી હતી.

પંજાબના મોહાલીમાં પણ આ વર્ષે મેં મહિનામાં એક શખ્સને નવજાત પુત્રી વેચવા દરમીયાન પકડી પાડવામાં આવ્યો હતો. આ મામલો ત્યારે સામે આવ્યો જયારે તે શખ્સ હોસ્પિટલ કર્મચારી સાથે આ વિષે વાત કરવા ગયો હતો. પકડાઈ ગયા બાદ પોલીસે એના વિરુદ્ધ આઇપીસી કલમ 317 અને જુવેનાઇલ એક્ટ, 2015 ની કલમ 75 અને 81 હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો હતો.