Not Set/ લોકસભામાં પાસ થયું ટ્રિપલ તલાક બીલ, કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ કર્યો વોકઆઉટ

નવી દિલ્હી, મુસ્લિમ સમુદાયની મહિલાઓને રક્ષણ આપતા ટ્રિપલ તલાકના બીલ અંગે જોવા મળી રહેલી ગરમી વચ્ચે ગુરુવારે વધુ એકવાર લોકસભામાં આ મામલે ચર્ચા થઇ હતી અને હવે આ બીલને સંસદના નીચલા ગૃહમાં પસાર કરવામાં આવ્યું છે. ત્યારબાદ હવે આ બીલને રાજ્યસભામાં મોકલવામાં આવશે. https://twitter.com/ANI/status/1078283901469044736 ગુરુવારે લોકસભામાં ટ્રિપલ તલાક બીલ અંગે હાથ ધરાયેલા વોટિંગમાં ગૃહમાં ઉપસ્થિત […]

Top Stories India Trending
Tripple Tala લોકસભામાં પાસ થયું ટ્રિપલ તલાક બીલ, કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ કર્યો વોકઆઉટ

નવી દિલ્હી,

મુસ્લિમ સમુદાયની મહિલાઓને રક્ષણ આપતા ટ્રિપલ તલાકના બીલ અંગે જોવા મળી રહેલી ગરમી વચ્ચે ગુરુવારે વધુ એકવાર લોકસભામાં આ મામલે ચર્ચા થઇ હતી અને હવે આ બીલને સંસદના નીચલા ગૃહમાં પસાર કરવામાં આવ્યું છે. ત્યારબાદ હવે આ બીલને રાજ્યસભામાં મોકલવામાં આવશે.

ગુરુવારે લોકસભામાં ટ્રિપલ તલાક બીલ અંગે હાથ ધરાયેલા વોટિંગમાં ગૃહમાં ઉપસ્થિત ૨૫૬ માંથી ૨૪૫ સાંસદોએ બીલના પક્ષમાં વોટિંગ કર્યું હતું, જયારે અન્ય ૧૧ સભ્યોએ વિરોધમાં પોતાનો મત આપ્યો હતો.

https://twitter.com/loksabhatv/status/1078285194577104897

બીજી બાજુ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ,  AIADMKD દ્વારા આ બીલના વોટિંગ દરમિયાન વોકઆઉટ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજવાદી પાર્ટી (સપા)ના સાંસદોએ પણ મતદાનમાં ભાગ લીધો ન હતો.

આ પહેલા ટ્રિપલ તલાકના બીલની ચર્ચા દરમિયાન વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સહિતની અનેક પાર્ટીઓના સાંસદો દ્વારા આ બીલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ બીલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માંગ કરી છે.

મહત્વનું છે કે, મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બીલ – ૨૦૧૮ પહેલેથી જ લોકસભામાં પસાર કરવામાં આવી ચુક્યું છે, પરંતુ આ મુદ્દે ચર્ચા માટે ૨૭ ડિસેમ્બરનો દિવસ નક્કી કરાયો હતો.

શું છે ત્રણ ફેરફાર ?

talaq 1 2176636 835x547 m લોકસભામાં પાસ થયું ટ્રિપલ તલાક બીલ, કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ કર્યો વોકઆઉટ
national-Triple Talaq passed in the Lok Sabha congress walk out

પ્રથમ સંશોધન : પહેલાની જોગવાઈ મુજબ આ કિસ્સામાં કોઈ પણ કેસ દાખલ કરી શકતું હતું, અને પોલીસ પણ નોંધ લઈ મામલો દાખલ કરી શકતી હતી.

હવે પછી સુધારો  :  હવે પીડિતા અને સાથી સંબંધી જ કેસ દાખલ કરી શકશે.

બીજું સંશોધન :  પોલીસ વિના કોઈ વૉરન્ટ વગર ધરપકડ કરી શકતી હતી.

હવે પછીની સુધારણા – મેજિસ્ટ્રેટને જમાનત આપવાનો અધિકાર રહેશે.

ત્રીજો સુધારો : પહેલા મુજબ કરારની કોઈ જોગવાઈ હતી, પરંતુ હવે બીલમાં સુધારો થયા બાદ મેજિસ્ટ્રેટની સામે પતિ-પત્નીની સમજૂતીની વિકલ્પ ખુલ્લો રહેશે.