Not Set/ ઓપરેશન દરમ્યાન બોલતો રહ્યો હનુમાન ચાલીસા, ડોકટરે કર્યું સફળ ઓપરેશન

રાજસ્થાનમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. સંકટ સમયે આપણે બધું ભૂલીને ભગવાનને યાદ કરતા હોઈએ છીએ અને આપણું દુઃખ ભૂલી જઈએ છીએ. બિકાનેરમાં એક યુવકે પોતાના ઓપરેશનમાં હનુમાન ચાલીસાનો જપ ચાલુ રાખ્યો હતો અને તેનું આ ઓપરેશન સફળ થયું હતું. ૩૦ વર્ષીય ડુંગરગઢના નિવાસી ઓપરેશન પહેલા ઘણા ડરેલા હતા. આ વ્યક્તિની બ્રેઈન ટ્યુમરની સર્જરી […]

Top Stories India Trending
maxresdefault 27 ઓપરેશન દરમ્યાન બોલતો રહ્યો હનુમાન ચાલીસા, ડોકટરે કર્યું સફળ ઓપરેશન

રાજસ્થાનમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. સંકટ સમયે આપણે બધું ભૂલીને ભગવાનને યાદ કરતા હોઈએ છીએ અને આપણું દુઃખ ભૂલી જઈએ છીએ.

બિકાનેરમાં એક યુવકે પોતાના ઓપરેશનમાં હનુમાન ચાલીસાનો જપ ચાલુ રાખ્યો હતો અને તેનું આ ઓપરેશન સફળ થયું હતું.

૩૦ વર્ષીય ડુંગરગઢના નિવાસી ઓપરેશન પહેલા ઘણા ડરેલા હતા. આ વ્યક્તિની બ્રેઈન ટ્યુમરની સર્જરી કરવાની હતી. ડોક્ટરોએ પહેલા તેમને બેહોશ કર્યા વગર ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી. તેમને લોકલ એનીસ્થીસિયા આપવામાં આવ્યું હતું જેથી શારીરિક દર્ધ ન થાય.

ન્યુરો સર્જરીના સીનીયર ડોક્ટર કેકે બંસલે કહ્યું કે તેમના મગજના એક ભાગમાં ટ્યુમર હતું. જેને લીધે તેને બોલવામાં તકલીફ પડતી હતી. આ સ્રાજરી ઘણી ક્રીટીકલ હતી કેમ કે જો કોઈ ડેમેજ થાત તો બોલવાની ક્ષમતામાં ખતરો થઇ જાત. અમે તેમને બેહોશ ન કરવાનો નિર્ણય લીશો અને સર્જરી દરમ્યાન અમે તેની સાથે વાતો કરતા રહ્યા પરંતુ તે દરેક સમયે હનુમાન ચાલીસાના પાઠ કરતા રહ્યા.

આ ઓપરેશનમાં તેમનું હનુમાન ચાલીસાનું રટણ ઘણું કામમાં આવ્યું હતું. ડોકટરે આ ઓપરેશન ઘણું ધ્યાનથી કર્યું હતું અને ટ્યુમરને સફળતાપૂર્વક નીકાળી શકાયું.