મોટી જાહેરાત/ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આગામી વિધાનસભાની ચૂંટણી લડશે નહીં

યુપીમાં આગામી વર્ષના શરૂઆતના મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેના માટે તમામ પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઈ છે.

Top Stories India
SP 1 સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આગામી વિધાનસભાની ચૂંટણી લડશે નહીં

યુપી વિધાનસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણી એટલે કે 2022ની ચૂંટણી લડશે નહીં. ઉલ્લેખનીય છે  કે યુપીમાં આગામી વર્ષના શરૂઆતના મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેના માટે તમામ પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઈ છે.

અખિલેશ યાદવે કહ્યું  કે યુપી ચૂંટણી 2022 માટે તેમની અને રાષ્ટ્રીય લોકદળ (RLD) વચ્ચે ગઠબંધન નક્કી કરવામાં આવ્યું છે. માત્ર બેઠકો વિશે વાત કરવાની બાકી છે. અખિલેશે કહ્યું, ‘આરએલડી સાથે અમારું ગઠબંધન નિશ્ચિત થઈ ગયું છે. .

ઉલ્લેખનીય છે કે અખિલેશ યાદવ હાલમાં આઝમગઢ બેઠક પરથી સાંસદ છે. આ સાથે તેઓ યુપીમાં સમાજવાદી પાર્ટીનામુખ્યમંત્રી ચહેરો  પણ છે. શિવપાલ યાદવની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયા (PSPL) વિધાનસભા ચૂંટણીમાં SP સાથે જોડાઈ શકે છે? આ સવાલ પર અખિલેશે કહ્યું, ‘મને આનાથી કોઈ વાંધો નથી. તેમને અને તેમના સાથીઓને યોગ્ય સન્માન મળવું જોઈએ

આ પહેલા હરદોઈમાં અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર યુવાનોની વિચારસરણી ન સમજવા બદલ કટાક્ષ કર્યો હતો અને રવિવારે કહ્યું હતું કે આજના યુગમાં તેઓ યુવાનોના હિતને કેવી રીતે સમજશે જેમને લેપટોપ અને મોબાઈલ ફોન વાપરતાં પણ આવડતું નથી.