હાર/ છોટાઉદેપુરના કાવિઠા ગ્રામ પંચાયતની બહુચર્ચિત સરપંચની બેઠક પર મોડલ એશ્રા પટેલની હાર…..

,બહુચર્ચિત છોટાઉદેપુર કાવિઠા ગ્રામ પંચાયતની સરપંચ બેઠક માટે મુંબઇ મોડલ એશ્રા પટેલે ઉમેદવારી નોંધાવી હતી

Top Stories Gujarat Gram Panchayat Election 21
AESHA PATEL છોટાઉદેપુરના કાવિઠા ગ્રામ પંચાયતની બહુચર્ચિત સરપંચની બેઠક પર મોડલ એશ્રા પટેલની હાર.....

બહુચર્ચિત છોટાઉદેપુર કાવિઠા ગ્રામ પંચાયતનૂ સરપંચ બેઠક માટે મુંબઇ મોડલ એશ્રા પટેલે ઉમેદવારી નોંધાવી હતી,આ બેઠક ટોક ઓફ ધ સ્ટેંટ બની હતી. આ બેઠકમાં મોડલ એશ્રા પટેલની કારમી હાર થઇ છે. તેમના હરિફ ઉમેદવાર જ્યોતિ બેન સોલંકી સામે હારી ગયા હતા.એશ્રા પટેલની જ્યોતિબેન સોલંકી સામે હાર થઈ છે. જ્યોતિબેનને 559 મત મળ્યા, જ્યારે એશ્રા પટેલ ને 430 મત મળ્યા છે. મોડેલ સામે વિજય મળતાં જ્યોતિબેન અને તેમના સમર્થકોમાં ખુશી દેખાઈ રહી છે.

સસ્પેન્ડ / ઉત્તરપ્રદેશમાં PM મોદીના પ્રવાસ દરમિયાન બેદરકારી મામલે 9 પોલીસકર્મી સસ્પેન્ડ…

ગુજરાતમાં 8,686 ગ્રામ પંચાયતોની મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.   ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 74 ટકા મતદાન થયું હતું. ગુજરાતમાં 1165 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી. તો 9613 વોર્ડમાં ઉમેદવારો બિનહરિફ થયા હતા. રાજ્યમાં સરપંચ પદ માટે 27,200 ઉમેદવાર અને વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1,19,988 ઉમેદવાર મેદાનમાં હતા. એશ્રા પટેલે  છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાંથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંદ બનવા માટે ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમા એશ્રા પટેલની હાર થઈ  છે.

રાફેલ ડીલ / રાફેલ સોદામાં ઓફસેટ પોલિસી હેઠળ ભારતે ફ્રેન્ચ કંપનીને દંડ ફટકાર્યો,જાણો વિગત…

રવિવારે થયેલા મતદાનમાં કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બબાલ થતાં એશ્રા પટેલ સામે પોલીસ ફરિયાદ થઈ હતી. સંખેડાના કાવીઠા ગામે એશ્રા પટેલ સરપંચ ઉમેદવાર હતા.  પ્રતિસ્પર્ધી ઉમેદવારના પતિએ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.  કાવઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સુપર મોડેલ એશ્રા પટેલ ઉપર હુમલાની કોશિશ કરાઈ હતી. એશ્રા પટેલ અને સરંપચપદની ચૂંટણીમાં તેમનાં પ્રતિસ્પર્ધી જ્યોતિકાબેન સોલંકીના સમર્થકો વચ્ચે મતદાન મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એ પછી  ઝપાઝપી થઈ હતી.