Not Set/ વિદેશમાં નોકરીની લાલચ આપી કરાઈ ઠગાઈ, 100થી વધુ યુવકોને ફસાવ્યા

વડોદરા, વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી નાણા ખંખેરી લેનાર હાલોલનાં મુખ્ય સુત્રધાર સહીત ચાર આરોપીઓને પીસીબીની ટીમે ઝડપી પડ્યા છે. યુવકોને મલેશિયા મોકલવાના બહાને ઠગાઈ કરવામાં આવતી હતી. જેમાં મુખ્ય સુત્રધાર મયુર મૂળ હાલોલ તાલુકાના કણજરી ગામનો રહેવાસી છે. તેની સાથે અન્ય ત્રણ યુવકો નામે દિનેશ પટેલ,કમલેશ પરમાર,સંજય સલાટની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા […]

Top Stories Gujarat Vadodara Trending
bsk 9 વિદેશમાં નોકરીની લાલચ આપી કરાઈ ઠગાઈ, 100થી વધુ યુવકોને ફસાવ્યા

વડોદરા,

વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી નાણા ખંખેરી લેનાર હાલોલનાં મુખ્ય સુત્રધાર સહીત ચાર આરોપીઓને પીસીબીની ટીમે ઝડપી પડ્યા છે. યુવકોને મલેશિયા મોકલવાના બહાને ઠગાઈ કરવામાં આવતી હતી. જેમાં મુખ્ય સુત્રધાર મયુર મૂળ હાલોલ તાલુકાના કણજરી ગામનો રહેવાસી છે. તેની સાથે અન્ય ત્રણ યુવકો નામે દિનેશ પટેલ,કમલેશ પરમાર,સંજય સલાટની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આ ગેંગનાં સભ્યોની પૂછપરછ કરતા તેઓએ વડોદરા,રાજકોટ, દિલ્હી સહિત અન્ય શહેરોમાંથી 100 થી વધુ યુવકોને પોતની જાળમાં સપડાવી લાખો રૂપિયાની ઠગાઇ કરી છે.

વિદેશ જવા ઇચ્છુક યુવકોને મલેશિયા મોકલવાનાં બહાને ઠગાઇ કરી નાણાં ખખેરી લેનાર હાલોલનાં મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીઓને શહેર પીસીબીની ટીમે બાતમીનાં આધારે ઝડપી લઇને વધુ તપાસ માટે મકરપુરા પોલીસને હવાલે કર્યા હતાં.

વિદેશ જવાની ઇચ્છા રાખતાં યુવકોને નોકરી આપવાની લાલચ આપી રોકડ વ્યવહાર કરીને ઠગાઇ કરનાર ટોળકીને શહેરનાં છેવાડે આવેલ તરસાલી પાસેનાં બસ સ્ટોપ પાસેથી ઝડપી પડ્યા હતાં. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા આરોપીએ પોતાનું નામ મયુર વાળંદ જણાવ્યું હતું અને તે મૂળ હાલોલ તાલુકાનાં કણજરી ગામનો રહેવાસી છે. અગાઉ મયુર કોઇ ખાનગી બેંકમાં નોકરી કરતો હતો જ્યાંથી તેની નોકરી છૂટી જતાં તે પોતાના ઘરે એક મહિના માટે રહેવા ગયો હતો.

મયુરે વિદેશમાં નોકરી કરવાનું ઇચ્છતાં યુવકોને મલેશિયા ખાતે શોપિંગ મોલમાં હેલ્પર,ગ્રુપ લીડર,સ્ટોર મેનેજર, લોન્ડરી મેન, સેલ્સ બોય જેવા હોદ્દાઓ પર નોકરી આપવાની લાલચે એક એક યુવક પાસેથી પંદર હજાર રૂપિયા એડવાન્સમાં અને બાકીનાં પંદર હજાર મલેશિયા પહોંચ્યા બાદ આપવાના એવું જણાવી અનેક યુવાનો સાથે ઠગાઇ કરી હતી.