Gujarat/ 10 જાન્યુઆરીથી જીટીયુની ઓનલાઇન એકઝામ, ગાઈડલાઈન જાહેર

GTU દ્વારા આ વખતની સેમેસ્ટર પરીક્ષાઓ માત્ર ઓફલાઈન લેવામાં આવનાર છે. ત્યારે 10મી જાન્યુઆરીથી પ્રથમ તબક્કામાં શરુ થતી PGની પરીક્ષાઓને લઈને યુનિવર્સિટી દ્વારા કોલેજો-સેન્ટરો

Top Stories
gtu examination

GTU દ્વારા આ વખતની સેમેસ્ટર પરીક્ષાઓ માત્ર ઓફલાઈન લેવામાં આવનાર છે. ત્યારે 10મી જાન્યુઆરીથી પ્રથમ તબક્કામાં શરુ થતી PGની પરીક્ષાઓને લઈને યુનિવર્સિટી દ્વારા કોલેજો-સેન્ટરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન પ્રમાણે ઓફલાઈન પરીક્ષામાં એક વર્ગમાં 15 વિદ્યાર્થીઓ રહેશે. વિદ્યાર્થીઓએ પરીક્ષાના સેન્ટર પર એક કલાક વહેલા પહોંચવું પડશે. તે ઉપરાંત આચાર્ય એ સેન્ટર ઈન્ચાર્જ રહેવું પડશે. GTU દ્વારા આગામી 10મી જાન્યુઆરીથી MBA, MCA, UG-PG, ફાર્મસીમાં તેમજ આર્કેટેક્ચર સહિતના કોર્સમાં સેમેસ્ટર 3,5,7 સહિતના ઓડ કોર્સની સેમેસ્ટરની પરીક્ષાઓ લેવામાં આવનાર છ

 

awards / વર્ષ 2020ના મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડની જાહેરાત, જાણો ભારતમ…

આ વખતે માત્ર ઓફલાઈન પરીક્ષા થનાર છે. હાલમાં આ પરીક્ષા યોજવી એ કોલેજો અને GTU માટે મોટી જવાબદારી છે. ગત વખતની પરીક્ષાઓમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને તકો આપવામાં આવી હતી. પરંતુ ઓનલાઈ પરીક્ષામાં ગેરરીતી ધ્યાને આવતાં અને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે પરીક્ષામાં ડિસ્ક્રિમિનેશન ઉભું થતું હોવાથી આ વખતે માત્ર ઓફલાઈન પરીક્ષા લેવાનું જ નક્કી કરવામાં આવ્યું છે.GTUએ આ વખતે પરીક્ષાઓ માટે જાહેર કરેલી ગાઈડલાઈનમાં કોલેજના આચાર્યની ખાસ જવાબદારી નક્કી કરી છે. GTUએ દરેક કોલેજને આચાર્યને સેન્ટર ઈન્ચાર્જ રાખવા માટે આદેશ કર્યો છે. અગાઉ કોલેજ કોઈપણને ઈન્ચાર્જ રાખી શકતી હતી. પરંતુ હવે દરેક કોલેજના આચાર્ય જ સેન્ટર ઈન્ચાર્જ રહેશે.

Bodeli / કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરેલા ત્રણ કૃષિ કાયદાઓથી ખેડૂતોની આ…

વિદ્યાર્થીઓને પરીક્ષામાં ટ્રાન્સપરન્ટ બોટલમાં પાણી લઈ જવાની તથા હેન્ડ સેનેટાઈઝર સાથે લઈ જવાની છુટ આપવામાં આવી છે. જ્યારે સ્ટાફ મેમ્બર્સને પણ પાણી ટ્રાન્સપરન્ટ બોટલમાં લઈ જવા તાકિદ કરવામાં આવી છે. અન્ય સૂચનાઓ મુજબ કોલેજોએ સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સિંગ,માસ્ક તથા સેનેટાઈઝરની બાબતે ખાસ તકેદારી રાખવાની રહેશે. વર્ગદીઠ માત્ર 15 વિદ્યાર્થી જ બેસાડી શકાશે. તે ઉપરાંત વિદ્યાર્થીએ એક કલાક વહેલાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું પડશે. પરિક્ષા દરમિયાન યુનિવર્સિટીની ટીમ કોઈ પણ કોલેજમાં ઓચિંતુ ચેકિંગ હાથ ધરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…