Not Set/ બીગ બીએ કહ્યું મોદીને, સફાઈ માટે લોકોને આપ્યા ટ્રેક્ટર અને મશીન

‘સ્વચ્છતા જ સેવા’ કાર્યક્રમ દરમ્યાન શનિવારે પીએમ મોદીએ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે વિડીયો કોન્ફરન્સ મારફતે વાત કરી હતી. સફાઈ અભિયાન માટે મોદીને શ્રેય આપતા બચ્ચને જણાવ્યું કે, તેઓ સરકારનાં આ કેમ્પેનનો ફેસ બને કે ન બને પરંતુ અંગત રીતે પણ એમણે આ કેમ્પેનમાં યોગદાન આપ્યું છે. બીગ બીએ પોતાના ટ્વીટર પર લોકોને મોદીની આ […]

Top Stories India
modi amitabh bachchan બીગ બીએ કહ્યું મોદીને, સફાઈ માટે લોકોને આપ્યા ટ્રેક્ટર અને મશીન

‘સ્વચ્છતા જ સેવા’ કાર્યક્રમ દરમ્યાન શનિવારે પીએમ મોદીએ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે વિડીયો કોન્ફરન્સ મારફતે વાત કરી હતી. સફાઈ અભિયાન માટે મોદીને શ્રેય આપતા બચ્ચને જણાવ્યું કે, તેઓ સરકારનાં આ કેમ્પેનનો ફેસ બને કે ન બને પરંતુ અંગત રીતે પણ એમણે આ કેમ્પેનમાં યોગદાન આપ્યું છે.

બીગ બીએ પોતાના ટ્વીટર પર લોકોને મોદીની આ મુહીમમાં જોડાવા માટે આગ્રહ કર્યો છે અને પોતાની આસપાસ સફાઈ રાખવા માટેની અપીલ પણ કરી છે.

બીગ બીએ જણાવ્યું કે, ‘આ અભિયાનના પ્રચાર માટે ભલે મારા ચહેરા અને અક્કલની મદદ લેવામાં આવી હોય પરંતુ મેં પણ આમાં મારું યોગદાન આપવાનું વિચાર્યું.’ પોતાના યોગદાન વિષે જણાવતા અમિતાભે મોદીને કહ્યું કે, ‘મુંબઈના વર્સોવા બીચની સફાઈ માટે મેં લોકોની મદદ કરી. મને લોકોએ જણાવ્યું કે આ વિસ્તારની સફાઈ માટે ખોદકામ કરવા માટેના મશીનની જરૂરિયાત છે. તો મેં એમને મશીન ખરીદીને આપ્યા. ત્યારબાદ લોકોને ખોદાઈ બાદ ગંદકી ઉપાડવા માટે ટ્રેકટરની જરૂર હતી તો મેં મારી તરફથી એમની મદદ કરી.’

AmitabhModijpg બીગ બીએ કહ્યું મોદીને, સફાઈ માટે લોકોને આપ્યા ટ્રેક્ટર અને મશીન
big b said to modi, he donated tractors and machines for swachhta abhiyan

મોદીએ અમિતાભના પ્રયાસને આવકારતા આભાર માનીને જણાવ્યું કે, ‘તમે બે વર્ષ પહેલા તમારા પિતા હરિવંશરાય બચ્ચનના જન્મદિવસ પર એમની અમુક પંક્તિઓને શેર કરીને એને સ્વચ્છતા અભિયાન સાથે જોડી હતી. દેશને એ મહાન વ્યક્તિની કવિતાની પંક્તિઓ સાથે જોડવા માટે ધન્યવાદ.’