Land mafia/ જામનગરમાં કોર્પોરેટર જ બન્યો ભૂમાફિયા, પોલીસ ફરિયાદ દાખલ

જામનગરમાં કોર્પોરેટ જ ભૂમાફિયા બન્યો છે. તેણે સરકારી જમીન રીતસરની પચાવી પાડી છે. તેમની સામે સરકારના અધિકારીએ સરકારી જમીન પચાવી પાડવાની રીતસરની પોલીસમથકમાં લેખિત રજૂઆત કરતા સનસનાટી મચી ગઈ છે.

Top Stories Gujarat Rajkot
Mafiagiri જામનગરમાં કોર્પોરેટર જ બન્યો ભૂમાફિયા, પોલીસ ફરિયાદ દાખલ

@સંજય વાઘેલા

જામનગરઃ જામનગરમાં કોર્પોરેટ જ ભૂમાફિયા બન્યો છે. તેણે સરકારી જમીન રીતસરની પચાવી પાડી છે. તેમની સામે સરકારના અધિકારીએ સરકારી જમીન પચાવી પાડવાની રીતસરની પોલીસમથકમાં લેખિત રજૂઆત કરતા સનસનાટી મચી ગઈ છે.

તેના પગલે જામનગરના કોર્પોરેટર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થતાં ભારે ચર્ચા જાગી છે. જામનગર વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટર અસ્લમ ખીલજી સહિત ત્રણ વ્યક્તિ સામે જામનગર મહાનગર પાલિકાના સ્ટેટ શાખાના અધિકારીએ જામનગર સીટી એ વિવિઝનમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ જામનગરમાં કાલાવડ નાકા પાસે સરકારી જમીનમાં દબાણ હોવાનું જણાવાયું હતું. આ સિવાય એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી તો એસ્ટેટ વિભાગને આ કાર્યવાહી પણ કરવા દેવામાં આવી ન હતી.

સરકારી અધિકારીની રજૂઆતને ગંભીરતાથી ધ્યાનમાં લેતા પોલીસે કોંગ્રેસના કોર્પોરેટ અસ્લમ ખીલજી, વકાજી મેતર, કાદર હાજી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આગળ તેમની સામે આ જ કાયદાની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આમ મોટા ગજાના કોર્પોરેટર સામે ફરિયાદ કરનારા સરકારી અધિકારીની લોકો પ્રશંસા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે સરકારના એકલ દોકલ અધિકારી જ નહી આવી કામગીરી કેટલાય અધિકારીઓ અને કર્મચારીઓ કરે તો લોકોનું હિત થાય. આ પ્રકારની કામગીરી લોકોનું હિત જેના હૈયે વસેલું છે તે જ કરી શકે.


whatsapp ad White Font big size 2 4 જામનગરમાં કોર્પોરેટર જ બન્યો ભૂમાફિયા, પોલીસ ફરિયાદ દાખલ


આ પણ વાંચોઃ Mafia Mukhtar Ansari/ માફિયા મુખ્તાર અંસારીને કોર્ટનો ઝટકો, ગેંગસ્ટર કેસમાં 10 વર્ષની સજા

આ પણ વાંચોઃ Transfer/ હાલારમાં મામલતદારની બદલીનાં આદેશ નીકળ્યા, નાયબ મામલતદારને પ્રમોશન મળ્યા

આ પણ વાંચોઃ Onion Price/ ડુંગળીના ભાવમાં 57%નો વધારો, ગ્રાહકોને રાહત આપવા સરકારે બનાવ્યો ધાંસૂ પ્લાન