ઝારખંડ/ મુખ્યમંત્રી સોરેને વડા પ્રધાન પર નિશાન સાધતા કહ્યું- મોદીજી ફક્ત તેમના ‘મન કી બાત’ કરે છે 

‘આજે આદરણીય વડા પ્રધાને ફોન કર્યો. તેમને ફક્ત ‘મન કી બાત’ કરી, કામની વાત કરી હોત કે સાંભળી હોત તોવાધુસારું થાત. 

Top Stories India
krishna 3 મુખ્યમંત્રી સોરેને વડા પ્રધાન પર નિશાન સાધતા કહ્યું- મોદીજી ફક્ત તેમના 'મન કી બાત' કરે છે 

ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને કોરોના વાયરસને કારણે વિકટ થતી પરિસ્થિતિ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ તેમની સાથે કોવિડ -19 ની સ્થિતિ વિશે ફોન પર જ વાત કરી હતી. સોરેને કહ્યું, ‘વડા પ્રધાન કામ વિશે વાત કરતા અને કામ સાંભળતાં હોત તો સારું થાત.

નોંધપાત્ર વાત એ છે કે હેમંત સોરેનની પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે મોદીએ સોરેન સિવાય કોવિડ -19 ની સ્થિતિ અંગે આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તેલંગાણાના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી.

બેઠક બાદ ઝારખંડના મુખ્ય પ્રધાને ટ્વિટ કર્યું. તેમણે લખ્યું, ‘આજે આદરણીય વડા પ્રધાને ફોન કર્યો. તેમને ફક્ત ‘મન કી બાત’ કરી, કામની વાત કરી હોત કે સાંભળી હોત તોવાધુસારું થાત.

સૂત્રોએ જણાવ્યું હતું કે સોરેન નારાજ છે કારણ કે તેમને તેમને તેમના રાજ્ય સાથે સંબંધિત મુદ્દાથી PM ને વાકેફ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. વડા પ્રધાને ફક્ત કોવિડ -19 ની સ્થિતિ અંગે ચર્ચા કરી.