gold seized/ એરપોર્ટ પરથી ઝડપાયું 13 કરોડનું સોનું, કસ્ટમ વિભાગે 3 મુસાફરોને પકડ્યા

અમદાવાદના સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પરથી ફરી એક વખત સોનું પકડાયું હતું. મંગળવારે વહેલી સવારે એર અરેબિયાની ફલાઇટમાં શારજહાંથી આવેલા ત્રણ મુસાફરને…

Top Stories Ahmedabad Gujarat
Customs Department
  • એરપોર્ટ પરથી ઝડપાયું 13 કરોડનું સોનું  ઝડપયું
  • શારજહાંથી આવેલા મુસાફરો પાસેથી ઝડપાયું સોનું
  • કસ્ટમ વિભાગે 3 મુસાફરોને સોના સાથે ઝડપી પાડ્યા
  • 23 કિલો સોનાની પેસ્ટ સાથે આવ્યા હતા અમદાવાદ
  • બેલ્ટમાં 23 કિલો સોનાની પેસ્ટ લઈને આવેલા હતા
  • ગુજરાત કસ્ટમ કમિશ્નર પ્રમોદ કુમાર દ્વારા તપાસ કરવામાં આવી રહી
  • અમદાવાદ કસ્ટમ કમિશ્રર લલિત પ્રસાદ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
  • કસ્ટમ વિભાગે ત્રણેયની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી

Customs Department: અમદાવાદના સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પરથી ફરી એક વખત સોનું પકડાયું હતું. મંગળવારે વહેલી સવારે એર અરેબિયાની ફલાઇટમાં શારજહાંથી આવેલા ત્રણ મુસાફરને કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટે ઝડપી લીધા હતા. મુસાફરોએ પર બેલ્ટમાં 23 કિલો સોનાની પેસ્ટ બનાવીને લાવ્યા હતા. શારજહાંથી આવેલા મુસાફરોની મોડસ ઓપરેન્ડીથી અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. ભારતીય બજારોમાં આ સોનાનો ભાવ આશરે રૂ.13 કરોડ છે.

શું હતો મામલો?

એર અરેબિયાની ફલાઇટમાં શારજહાંની ફલાઇટ વહેલી સવારે 3.50 વાગે અમદાવારમાં લેન્ડ થઇ હતી. તેમાં સવાર ત્રણ મુસાફર ઇમિગ્રેશન કરાવીને કન્વેયર બેલ્ટ પરથી લગેજ લઇને કસ્ટમ્સ તરફ ગયા હતા. ત્યાં ફરજ પર હાજર એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને શંકાસ્પદ હિલચાલના આધારે તેમને અટકાવ્યા હતા. આ ત્રણેયની પૂછપરછ કરાતા તેઓ મૂંઝાઇ ગયા હતા અને યોગ્ય જવાબો આપી ન શકતા અધિકારીઓને વધુ શંકા ગઇ હતી. એટલે તે ત્રણેયની બેગ ખોલીને તપાસ કરી હતી, પરંતુ કશું નહીં મળતા તેમને મેટલ ડિટેક્ટરમાંથી પસાર કરીને ચેકિંગ કરાયું હતું.

આ દરમિયાન બીપ અવાજ આવતા બે મુસાફરે કમરમાં પહેરેલા બેલ્ટમાં સોનાની 23 કિલો પેસ્ટ મળી આવી હતી. થોડા સમય પહેલા મુંબઇ એરપોર્ટ પર એક મુસાફર 61 કિલો સોનુ બેલ્ટમાં છુપાવીને લાવ્યો હતો. હવે આ જ મોડસ ઓપરેન્ડીથી અમદાવાદ એરપોર્ટ પર લવાયેલું સોનુ ઝડપી લેવાયું છે. હાલ તો સમગ્ર મામલે પ્રિન્સીપલ ચીફ કમિશ્નર કસ્ટમ વિભાગ ના આધિકારી પ્રમોદ કુમાર અને અમદાવાદ કસ્ટમ કમિશ્રર લલિત પ્રસાદ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022/જૂનાગઢમાં આ વખતે ભાજપે પોતાના ઉમેદવાર